ભાવનગર

ભાવનગર જિલ્લામાં ઉંદર પકડવા માટે વિવિધ સાધન સામગ્રીનું વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર પ્રતિબંધ

સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) ૨૮/૨૦૨૪) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંતર્ગત પ્રાણી ક્રુરતા અધિનિયમ, ૧૯૬૦ની કલમ ૧૧ મુજબ કોઈપણ પ્રાણીની બિનજરૂરી પીડા કે વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. (ગ્લુટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે. જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર (ગ્લુટ્રેપ) વાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે, તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત થવામાં અસમર્થ હોય છે.

જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભુખમરો અને ગુંગળામણના કારણે આખરે પીડાદાયક મૃત્યુ પામે છે. ઉંદરોનું નિયંત્રણ ઈચ્છનીય છે, પરંતુ પ્રાણી કુરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓ ભંગ કરતી ન હોવી જોઈએ. જેથી ઉંદરોનીવસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રુર પદ્ધતિ ન અપનાવવા ઉંદર પકડવા સારુ વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતા વિવિધ એકમોને ગ્લુ ટ્રેપના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં છે. સંયુક્ત પશુપાલન નિયામક, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગાંધીનગરના નોટિફીકેશન (નામદાર ગુજરાત હાઈકોર્ટમાં થયેલ Writ Petition (PIL) 28/2024) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ છે. જે બાબતે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ કોઈ પણ પ્રાણીની બિનજરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે ભાવનગર જિલ્લામાં ઉક્ત જોગવાઈઓનું ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે. આ સુચનાઓનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ લોકહિતમાં સભ્ય સચિવ સહ નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પ્રાણી ક્રુરતા નિવારણ સોસાયટી, ભાવનગરની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts