fbpx
ભાવનગર

લોકભારતી સણોસરામાં નઈ તાલીમ યોજાઈ કાર્યશાળા

ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં યોજાયેલ કાર્યશાળામાં લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્દ શ્રી અરુણભાઈ દવેએ જણાવ્યું કે, પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે. લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં વડા લોકવૈજ્ઞાનિક શિક્ષણવિદ્દ શ્રી અરુણભાઈ દવેએ વૈશ્વિક સંદર્ભો સાથે માનવજીવન અને કેળવણી સંદર્ભે જણાવ્યું કે, પ્રસન્નતા પ્રાપ્ત થાય તે ખરું શિક્ષણ, જે નઈ તાલીમનું મૂલ્ય રહેલું છે. આ શિક્ષણ પ્રણાલીમાં મૂલ્યો સાથે આપણે જાત સાથે કામ કરવાનું છે. માત્ર પ્રવચનો નહિ, આપણે આપણી રીતે તૈયાર સજાગ રહેવું એ જ નઈ તાલીમ. સંઘનાં વડા શ્રી રાજેન્દ્રભાઈ ખિમાણીએ નઈ તાલીમ સંસ્થાઓ અને સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંદર્ભે આંતરિક સુમેળ દ્વારા કેળવણી માટે વાત કરી.  ગુજરાત નઈ તાલીમ સંઘ અને સૌરાષ્ટ્ર લોકશાળા સંઘનાં આયોજન સાથે લોકભારતી સણોસરામાં એક દિવસીય કાર્યશાળામાં શ્રી પાર્થેશભાઈ પંડ્યા અને શ્રી સંજયભાઈ કાંત્રોડિયા તથા શ્રી જશવંતભાઈ કાકડિયા અને સંઘ હોદ્દેદારો દ્વારા સંઘનાં હેતુઓ મુજબ નઈ તાલીમ સંસ્થા માપદંડ તેમજ આગામી દિશા વગેરે બાબતે સુંદર જૂથ ચર્ચા બેઠક આયોજન થયું.

Follow Me:

Related Posts