ઉત્તરાખંડના ટિહરીમાં વાદળ ફાટ્યું, ૪ના મોત
ઉત્તરાખંડના પહાડી જિલ્લાઓ માટે વરસાદ આફત બની ગયો છે. બુધવારે રાત્રે ટિહરીના ભીલંગાણા બ્લોકના નૌતાદ ટોકમાં વાદળ ફાટવાને કારણે તબાહી સર્જાઈ હતી. અચાનક પહાડની ઉપરથી આવેલા પાણીએ એક હોટલને ધોઈ નાખી. આ જ પાણીમાં ઘણા પ્રાણીઓ પણ વહેવા લાગ્યા હતા. દુર્ઘટના સમયે હોટલમાં કોઈ મુસાફરો નહોતા. ત્યાં માત્ર હોટલના માલિક ભાનુ પ્રસાદ, તેમની પત્ની નીલમ દેવી અને પુત્ર વિપિન હતા.
ત્રણેય જણા પાણીમાં તણાઈ ગયા હતા. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ અને એસડીઆરએફની ટીમ બચાવ કામગીરી માટે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ટીમે ઘટનાસ્થળથી ૧૦૦ મીટરના અંતરે ભાનુ પ્રસાદ અને તેમની પત્ની નીલમના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પુત્ર વિપીનની શોધખોળ ચાલુ છે. ભારે પવન સાથે ભારે વરસાદને કારણે અનેક પર્વતીય નદીઓના જળસ્તરમાં પણ વધારો થયો છે. કેદારનાથ ધામની વાત કરીએ તો ભારે વરસાદને કારણે ભીંબલીમાં સ્ઇઁ પાસે ૨૦ થી ૨૫ મીટર ફૂટ પાથને નુકસાન થયું છે. ભીમ્બલી જીએમવીએન ખાતે ૨૦૦ મુસાફરોને સુરક્ષિત રીતે રોકી દેવામાં આવ્યા છે. મંદાકિની નદીનું જળસ્તર વધવાને કારણે મંદિરને સંપૂર્ણ રીતે ખાલી કરાવવામાં આવ્યું છે. સોનપ્રયાગમાં નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે પાર્કિંગ ખાલી કરવામાં આવ્યું છે. અહીં કોઈ જાનહાનિ થઈ નથી.
વાદળ ફાટવા અને ભારે વરસાદ વચ્ચે બનતી ઘટનાઓને કારણે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઝ્રસ્ ધામીએ પોતે રાજ્યભરના સંવેદનશીલ વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ઝ્રસ્ ધામીએ મોડી રાત્રે સેક્રેટરી ડિઝાસ્ટર પાસેથી પણ માહિતી લીધી હતી. ઉત્તરાખંડના ડીજીપી અભિનવ કુમાર દ્વારા એક પત્ર જાહેર કરીને અપીલ કરવામાં આવી હતી કે હવામાન વિભાગે ઉત્તરાખંડના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. તેમણે લોકોને સૂચના આપી કે, તમારી સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.
તમને વિનંતી કરવામાં આવે છે કે કૃપા કરીને સાવધાની રાખો અને થોડા વિરામ પછી જ તમારી મુસાફરી ફરી શરૂ કરો. ફક્ત સલામત સ્થળોએ જ રહો અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરો. તમે લોકોએ હવામાનની માહિતી સતત તપાસતા રહેવું જાેઈએ અને તમારી સુરક્ષાને પ્રાથમિકતા આપવી જાેઈએ. ઉત્તરાખંડ પ્રાદેશિક હવામાન વિભાગે આગામી ૪૮ કલાકમાં રાજ્યના સાત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ ગયા મંગળવાર રાતથી જ છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જાહેર કરીને કહેવામાં આવ્યું છે કે દેહરાદૂન, ટિહરી, પૌરી, નૈનીતાલ, હરિદ્વાર, ઉધમ સિંહ નગર અને ચંપાવત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પહાડી વિસ્તારોમાં રહેતા લોકોએ હવેથી સલામત સ્થળે ખસી જવું જાેઈએ.
Recent Comments