ગુજરાત

અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક એક સ્કૂલ રિક્ષા પલટી સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈઆ ઘટના બિસ્માર રસ્તાના કારણે બની હોવાનુ અનુમાન

અંકલેશ્વરમાંથી એક સ્કૂલ રિક્ષા પલટી જવાની ઘટના બની હતી. અંકલેશ્વરની ગ્રીન પાર્ક સોસાયટી નજીક આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ બાબતે મળતી માહિતીના મુજબ, ગ્રીન પાર્ક સોસાયટી નજીક પડેલા ખાડા અને બિસમાર રોડ ના કારણે સ્કૂલ રિક્ષા પલટી મારી . રિક્ષા પલટી મારી જતા રિક્ષામાં બેઠેલા શાળામાં જતા બાળકોને સામાન્ય ઇજા પણ થઈ જવા પામી હતી. રિક્ષા પલટી મારી જવાના કારણે તેમાં બેઠેલા બાળકોને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી.
આ ઘટના બનતા ત્યાં આસપાસના લોકો દોડીને આવ્યા હતા અને તેમણે બાળકોને સંભાળ્યા હતા. સામે આવી રહેલા અહેવાલોના અનુસાર, રિક્ષા પલટી મારવાની ઘટના બિસ્માર રસ્તાના કારણે બની હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.

Related Posts