નારી વંદન ઉત્સવ ૨૦૨૪ – મહિલા સ્વાવલંબન દિવસ
ગુજરાત રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ નિમિત્તે તા.૩ ઓગષ્ટ, ૨૦૨૪ને શનિવારના રોજ સવારે ૯ વાગ્યે અમરેલી સ્થિત ટી.પી.ગાંધી સ્કૂલની સામે આવેલી શ્રી ખેડવાળ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવશે. વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં મહિલાઓ માટે સ્વરોજગાર મેળો, સાહસિક મહિલાઓને સન્માનિત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ માસમાં પ્રથમ અઠવાડિયામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત વિવિધ મહિલા કેન્દ્રિત દિવસની ઉજવણીના ભાગરુપે તાલુકા-જિલ્લાકક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. મહિલાઓને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિષયક વિગતો અને માર્ગદર્શન આપવામાં આવે છે.કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, ધારાસભ્યશ્રીઓ, અમરેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, જિલ્લા પંચાયત મહિલા અને બાળ વિકાસ સમિતિ અધ્યક્ષ શ્રીમતી ગીતાબેન ચાવડા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
Recent Comments