હમાસ ગ્રુપના સુપ્રીમો ઈસ્માઈલ હાનિયાના મોત બાદ હમાસ અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધની આગ વધુ ભડકી છે, જે બાદ સુરક્ષા માટે પગલા લેતા ભારતીય ફ્લાઈટ એર ઈન્ડિયાએ દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ રદ કરી છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે, ૧ ઓગસ્ટે તેની દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ છૈં૧૩૯ અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ છૈં૧૪૦ રદ કરવામાં આવી છે.ગત વર્ષના ૭ ઓક્ટોબરથી હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારબાદ હમાસના નેતા ઇસ્માઇલ હાનિયાના મૃત્યુ બાદ આ યુદ્ધ નોંધપાત્ર રીતે ભડક્યું છે.
બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. દરમિયાન, ભારતીય એરલાઈન એર ઈન્ડિયાએ દિલ્હીથી ઈઝરાયેલના શહેર તેલ અવીવની ફ્લાઈટ કેન્સલ કરી દીધી છે.એર ઈન્ડિયાએ ગુરુવારે ઓપરેશનલ કારણોને ટાંકીને રાજધાનીથી તેલ અવીવની તેની ફ્લાઇટ રદ કરી હતી. એર ઈન્ડિયાએ કહ્યું કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં વધી રહેલા તણાવને કારણે તેણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે અને હાલ માટે ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે.એર ઈન્ડિયા દર અઠવાડિયે દિલ્હીથી તેલ અવીવ માટે ચાર ફ્લાઈટ ચલાવે છે.
તેની વેબસાઈટ પર તેલ અવીવની ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરતાં એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, ઓપરેશનલ કારણોસર તેણે ૧ ઓગસ્ટના રોજ તેની દિલ્હીથી તેલ અવીવની ફ્લાઈટ છૈં૧૩૯ અને તેલ અવીવથી દિલ્હીની ફ્લાઈટ છૈં૧૪૦ રદ કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ બંને ફ્લાઇટમાં મુસાફરી માટે કન્ફર્મ બુકિંગ ધરાવતા મુસાફરોને તેમની ટિકિટના પૈસા પરત કરવામાં આવશે. એર ઈન્ડિયાએ મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો હતો.ઇઝરાયલ અને હમાસ વચ્ચે ગત વર્ષે ઓક્ટોબરથી ચાલી રહેલ યુદ્ધ અટકવાના કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી, બલ્કે યુદ્ધની આગ વધુ ભડકી રહી છે. તાજેતરમાં ઈઝરાયેલે તેના સૌથી મોટા દુશ્મન હમાસના પ્રમુખ ઈસ્માઈલ હાનિયાને ઈરાનની રાજધાની તેહરાનમાં ઘૂસીને મારી નાખ્યા હતા.
જે બાદ યુદ્ધ વધુ વધી ગયું છે.આ પહેલા ગયા વર્ષે ૭ ઓક્ટોબરે હમાસ જૂથે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. જે બાદ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું હતું. જેમાં અત્યાર સુધી પેલેસ્ટાઈનના હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે.ઈસ્માઈલ હાનિયા હમાસ જૂથનો પ્રમુખ હતો, તેણે ગયા વર્ષે ૭ ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલાની સંપૂર્ણ યોજના બનાવી હતી. હમાસના લડવૈયાઓ હાનિયાના આદેશ પર કામ કરતા હતા. તેઓ ૨૦૦૬થી હમાસના સુપ્રીમ કમાન્ડર હતા. હાનિયાના મોત પર હમાસનું નિવેદન પણ સામે આવ્યું છે. આતંકી સંગઠને કહ્યું છે કે હાનિયાના મોતમાં ઈઝરાયેલનો હાથ હતો.



















Recent Comments