ગુરુવારે ગૌતમ અદાણી ગ્રુપની કંપનીના શેરમાં તોફાની ઉછાળો જાેવા મળ્યો હતો. સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે, આ શેર ૧૮%થી વધુ ઉછળીને રૂ. ૧૩૪૭.૯૦ પર પહોંચી ગયો છે. આ શેરની ૫૨ સપ્તાહની ઊંચી સપાટી છે.અદાણી એનર્જી સોલ્યુશન્સના ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (ઊૈંઁ) ને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. અદાણી એનર્જી શેર સેલને છ ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે.ટ્રેડિંગના અંતે શેર ૧૨.૦૪% વધીને ૧૨૭૪.૫૫ રૂપિયા થયો છે. તમને જણાવી દઈએ કે શેરની ૫૨ સપ્તાહની નીચી સપાટી ૬૮૬.૯૦ રૂપિયા છે. ઓક્ટોબર ૨૦૨૩માં શેર આ ભાવે હતો.એક બિલિયન ડૉલર (રૂ. ૮૩૪૦ કરોડ)ના કુલ ઇશ્યૂને છ વખત એટલે કે રૂ. ૫૦,૦૦૦ કરોડથી વધુ સબસ્ક્રિપ્શન મળ્યું છે.
જૂથના રોકાણકારોમાં શ્રીમંત રોકાણકાર સ્ટેનલી ડ્રકનમિલરની ફેમિલી ઓફિસની આગેવાની હેઠળની રોકાણ કંપનીઓનો સમાવેશ થાય છે.સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ડ્યુક્વેસ્ને ફેમિલી ઓફિસ અને યુએસ સ્થિત ડ્રિહાસ કેપિટલ મેનેજમેન્ટ અને જેનિસન એસોસિએટ્સે અદાણી એનર્જી સોલ્યુશન્સના ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી)માં રોકાણ કર્યું છે.૧૨૦થી વધુ રોકાણકારોએ કુલ ેંજી ઇં૧ બિલિયનના ઈશ્યુમાં શેર ખરીદવા માટે રોકાણ કર્યું છે. કંપની પાવર ટ્રાન્સમિશન, ડિસ્ટ્રિબ્યુશન અને સ્માર્ટ મીટર બિઝનેસ સાથે સંકળાયેલી છે.સૂત્રોએ જણાવ્યું હતું કે આ ઈસ્યુ દ્વારા લાંબા ગાળાના રોકાણકારો જેમ કે ડ્યુક્વેસ્ને ફેમિલી ઓફિસ, ડ્રાઈહોસ કેપિટલ મેનેજમેન્ટ અને જેનિસન એસોસિએટ્સે રોકાણ દ્વારા કંપનીમાં શેરની માંગણી કરી છે.આ રોકાણકારો માત્ર સારી રીતે ચાલતી કંપનીઓમાં જ રોકાણ કરવા માટે જાણીતા છે. તેમજ લાંબા સમય માટે રોકાણ કરો. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે હિંડનબર્ગ રિપોર્ટ બાદ ઊૈંઁ ગ્રુપનો આ પહેલો જાહેર ઈશ્યુ છે.


















Recent Comments