ક્ચ્છમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક મોટી ઘટના સામે આવી છે. જેમાં કોંગ્રેસના કાર્યકર્તાએ મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી ખેચતા મહિલા કર્મચારી પડી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેને લઈને હર્ષ સંઘવીએ કોંગ્રેસને ઘેરી હતી. અને કહ્યું હતું કે, કોંગ્રેસની માનસિકતા હંમેશા મહિલા વિરોધી અને દલિત વિરોધી રહી છે. ક્ચ્છ કોગ્રેસના નેતા ભુજ ઉમેદભવનમાં મર્યાદા ભૂલ્યા હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના કાર્યક્રમ દરમિયાન મહિલા આઇ.બી કર્મચારીની ખુરશી કોંગ્રેસ નેતાએ ખેંચી લેતા વિવાદ સર્જાયો છે.
ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની પ્રેશવાર્તામાં બન્યો બનાવ. કોંગ્રેસી નેતા એચ.એસ.આહિરે અગાઉ કંગના રણોતની કરી હતી વિવાદીત ટીપ્પણી કરી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ ઘટનાને વખોડી હતી. તેમણે બનાવને વખોડતા ટ્વીટ કર્યું કે કોંગ્રેસને મહિલાઓનું અપમાન કરવાની નીતિ રહી છે. કોંગ્રેસની માનસિકતા હમેશા દલિત વિરોધી રહી છે.
અગાઉ માર્ચ મહિનામાં લોકસભા ચૂંટણીમાં ભાજપે અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ આપતા કોંગ્રેસ નેતાએ ટવીટ કરી હતી. કોંગ્રેસી નેતા એચ.એસ.આહિરે ચૂંટણી પરિણામો પહેલા સોશિયલ મીડિયામાં અભદ્ર ભાષામાં અભિનેત્રી કંગના રનૌત પર ટિપ્પણી કરી હતી. શું ટિપ્પણી કરી હતી તે કહી અમે અહીં વધુ વિવાદ કરવા માંગતા નથી. જાે કે કોંગ્રેસ નેતાના અભદ્ર ટિપ્પણી કરવા મામલે તે સમયે તેમણે ખુલાસો આપ્યો હતો કે મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થયું હતું. કંગના પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ તે સમયે મૌખિક રીતે સસ્પેન્ડ કર્યા હતા.
આ ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા હંમેશા મહિલા વિરોધી અને દલિત વિરોધી રહી છે. આજે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, તેમના નજીકના મિત્ર કચ્છ કોંગ્રેસના નેતા એચ.એસ. આહિર દ્વારા જુઓ કેવી રીતે એક દલિત મહિલા અધિકારીને જાણી જાેઈને ખુરશી ખેંચીને ઘાયલ કરવામાં આવી હતી. આ ખૂબ જ નિંદનીય બાબત છે.
Recent Comments