વર્તમાન ચોમાસા માં વધુ વરસાદી વાતાવરણ ને લીધે જાફરાબાદ તાલુકાના વિસ્તારમાં અતિવૃષ્ટિ જેવો વરસાદી મોહલના કારણે જાફરાબાદ તાલુકાના ભાડા વડલી ચિત્રાસર ધારાબંદર બલાણા કેરાળા વઠેરા ધેસપુર નાના મોટા સાકરીયા કડીયાળી નાગેશ્રી મીઠાપુર કાગવદર ભટવદર સહિત નાં અમુક વિસ્તારમાં વધુ પડતા વરસાદથી તમામ ખેડૂતોને મગફળી કપાસ ડાંગર જુવાર તલ જેવા પાકોમાં ભારે નુકસાન છે અને આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ખેતરમાં પાણી ભરેલું હોય અને વરસાદ બંધ ન થતા વિસ્તારના ખેડૂતોને પાક બળવા અને સડવા લાગ્યા છે જેના કારણે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને હવે ખેડૂતોના ખેતરમાં કંઈ પાકે તેમ ન હોય ને ખેડૂતોએ મોંઘા મોંઘા ખાતર બિયારણ નાખેલ છે અને તેનું નુકસાન ખેડૂત પુત્રોને ન પરવડે માટે જાફરાબાદ તાલુકાના ગામડામાં સરકાર છીએ તાકીદે ખેતરોમાં પાક નું સર્વે કરી અને આ વિસ્તારના ખેડૂતોને સહાય ચૂકવવા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલને અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી ટીકુભાઈવરૂ રજૂઆત કરી
જાફરાબાદ તાલુકામાં અતિ વરસાદના કારણે ખેડૂત પુત્રોને ખેતરમાં પાકનું સર્વે કરી સહાય ચૂકવવા માંગ કરતા ટીકુભાઈ વરુ


















Recent Comments