અમદાવાદના ચંડોળા તળાવમાં ડૂબી જતાં ૩ બાળકોનાં મોત
શહેરના ઇસનપુર વિસ્તારમાં આવેલ ચંડોળા તળાવમાં ડૂબી જતાં ૩ બાળકોનાં મોત નીપજ્યાં હતા. શ્રમિક પરિવારનાં ૩ બાળકો ચંડોળા તળાવમાં ડૂબી જતાં ત્રણેયનાં મોત થયા હોવાનાં પ્રાથમિક અહેવાલ છે. આ મામલે ઇસનપુર પોલીસના અધિકારીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
હાલ ચંડોળા તળાવનાં રિ-ડેવલપમેન્ટની કામગીરી હાલ ચાલી રહી છે. દરમિયાન, તળાવમાં ૩ બાળકો ડૂબી જતાં તેમનાં મોત નીપજ્યાં હોવાની દુઃખદ ઘટના બની છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, શ્રમિક પરિવારનાં ૩ બાળકો ચંડોળા તળાવમાં નહાવા માટે ગયા હતા. જાે કે, તે દરમિયાન ડૂબી જતાં ત્રણેય બાળકોનાં મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતા ઇસનપુર પોલીસ દ્વારા ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
આ બાબતે પ્રાથમિક મળતી માહિતી મુજબ, મૃતક બાળકોની ઓળખ મેહુલ દેવીપૂજક, આનંદ દંતાણી, અને જિત્રેશ દંતાણી તરીકે થઈ છે. બાળકોની ઉંમર ૧૦ થી ૧૨ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. બાળકો સોમવારથી ગુમ હતા. ત્યારે પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, ચંડોળા તળાવ નજીક ત્રણેય બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. પરિવારજનો તાત્કાલિક બાળકોને હોસ્પિટલ લઈ ગયા હતા. જાે કે, ત્યાં હાજર તબીબે ત્રણેય બાળકોને મૃત જાહેર કર્યા હતા. ત્રણેય બાળકોનાં મોતથી પરિવારજનોનો ભારે શોકમાં ગરકાવ થયો છે. આ મામલે ઇસનપુર પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments