fbpx
અમરેલી

કોમર્સ કોલેજ – અમરેલીમાં કેન્સર જાગૃતિ કાર્યક્રમ યોજાયો આશીર્વાદ ફાઉન્ડેશનના નિતા જોશી પંડિત નું માર્ગદર્શન

અમરેલી : અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં એન.એસ.એસ.ના ઉપક્રમે કેન્સર જાગૃતિ કાર્યકામ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં આશીર્વાદ ફાઉન્ડેશન – અમદાવાદના નિતા જોશી પંડિતે બહેનોને કેન્સર અંગે પીપીટીના માધ્યમથી વિસ્તૃત માહિતી આપી હતી. કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર પ્રા.જે.એમ.તળાવીયા અને એ.બી.ગોરવાડિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા એન.સી.સી.ઓફિસર પ્રા.વિલ્સન વસાવા અને ફેકલ્ટી મેમ્બર પ્રા.કલ્યાનીબેન રાવલે જહેમત ઉઠાવી હતી તેમ આઈ.ક્યુ.એ.સી.કોઓર્ડિનેટર  પ્રા.ભારતીબેન ફિનવીયાએ જણવ્યુ હતું.

Follow Me:

Related Posts