fbpx
ગુજરાત

અમદાવાદમાં જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગની જાહેર સુનાવણી યોજાઈ

સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને કમિશનના અધ્યક્ષ શ્રી બાલાકૃષ્ણને ગુજરાતના વિવિધ જિલ્લામાંથી આવેલ અનુસૂચિત જાતિના નાગરિકોની રજૂઆત સાંભળી અને સ્વીકારી કમિશને આશરે ૧૫૦ મૌખિક રજૂઆતો સાંભળી તથા ૧૫૦૦થી વધુ લેખિત રજૂઆતો સ્વીકારી જસ્ટિસ બાલકૃષ્ણન તપાસ આયોગની જાહેર સુનાવણીનું આયોજન અમદાવાદમાં એનેક્સી સર્કિટ હાઉસ ખાતે કરાયું હતું. સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ અને કમિશનના અધ્યક્ષ શ્રી કે.જી. બાલાકૃષ્ણને ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અનુસૂચિત જાતિના નાગરિકો દ્વારા કરવામાં આવેલી આશરે ૧૫૦ અરજીઓની મૌખિક રજૂઆત સાંભળી હતી અને ૧૫૦૦થી વધુ લેખિત અરજીઓનો સ્વીકાર કર્યો હતો.

આયોગના અધ્યક્ષ શ્રી કે.જી. બાલાકૃષ્ણન તેમજ અન્ય સભ્યો અને અધિકારીશ્રીઓ દ્વારા લેખિતમાં કરવામાં આવેલી અરજીઓ સ્વીકારવામાં આવી હતી, તથા નાગરિકો અને તેમના પ્રતિનિધિઓની મૌખિક રજૂઆત સાંભળવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક રીતે અનુસૂચિત જાતિના હોવાનો દાવો કરનારા, પરંતુ બંધારણની કલમ ૩૪૧ હેઠળ સમયાંતરે પ્રસિદ્ધ કરાયેલ રાષ્ટ્રપતિના આદેશમાં જણાવ્યા મુજબના ધર્મો સિવાયના અન્ય ધર્મોમાં પરિવર્તિત થયેલા નવા વ્યક્તિઓને અનુસૂચિત જાતિના દરજ્જા આપવા બાબતની તપાસ તથા અનુસૂચિત જાતિની હાલની યાદીમાં સમાવીને ધર્માંતરણ થયેલ

નાગરિકો ઉમેરવાથી વર્તમાન અનુસૂચિત જાતિઓ પર પડનારા અસરોની તપાસ તેમજ અનુસૂચિત જાતિના વ્યક્તિઓ અને તેમના રીતરિવાજાે પરંપરાઓ સામાજિક અને અન્ય દરજ્જાઓ સંબંધી ભેદભાવ અને વંચિતતાના સંદર્ભમાં અન્ય ધર્માંતરણ કરવા માટે જે ફેરફારોમાંથી પસાર થાય છે, તેની તપાસ કરવાની સાથે અનુસૂચિત જાતિનો દરજ્જાે આપવાના પ્રશ્નની સમાન પ્રકારે અનુસૂચિત જાતિની વ્યક્તિઓના દરજ્જામાં થયેલ પરિવર્તનની તપાસ અને કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી અને તેની સંમતિથી આયોગ યોગ્ય ઠરાવે તેવા અન્ય પ્રશ્નો સંબંધિત તપાસ કરવા માટે આયોગનું ગઠન કરવામાં આવ્યું છે.

આ આયોગમાં સભ્યશ્રી ડૉ. રવીન્દ્રકુમાર જૈન (નિવૃત્ત ૈંછજી), સભ્ય શ્રી પ્રો. (ડૉ.) સુષ્મા યાદવ તથા અસારવાનાં ધારાસભ્ય શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, કોડીનારના ધારાસભ્ય શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા તથા અધિકારીશ્રીઓ અને અરજીઓ તેમજ રજૂઆત કરવા આવેલ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts