fbpx
રાષ્ટ્રીય

બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થયું, ૬૨ લોકોને લઈને જતું હતુંકેટલા લોકોના મોત થયા છે તે હજુ સ્પષ્ટ નથી

બ્રાઝિલના સાઓ શહેરમાં એક મોટી વિમાન દુર્ઘટના ઘટી છે. બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યમાં એક પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે હજુ સ્પષ્ટ નથી. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્લેન ઝડપથી નીચે તરફ જતું જાેવા મળી રહ્યું છે. રાહત બચાવ કામગીરી ચાલી રહી છે. જાે કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા તેનીચોક્કસ માહિતી સામે આવી નથી. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બ્રાઝિલની પ્રાદેશિક એરલાઇન ર્ફંઈઁછજીજી નું વિમાન ૨૨૮૩-ઁજી-ફઁમ્ ક્રેશ થયું છે. વિમાને ૫૮ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બરો સાથે કાસ્કેવેલથી ગુઆરુલહોસ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. અકસ્માત પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

એરલાઇન કંપનીએ કહ્યું કે ‘તેણે અસરગ્રસ્ત લોકોની મદદ માટે ટીમ મોકલી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. દુર્ઘટનાનું કારણ અને વિમાનમાં સવાર લોકોની હાલત હજુ સુધી પુષ્ટિ થઈ શકી નથી. વિમાન વિન્હેડો શહેરમાં પડ્યું છે. અસરગ્રસ્તોની મદદ માટે ટીમો મોકલવામાં આવી છે અને રાહત કાર્ય ચાલી રહ્યું છે. બ્રાઝિલના ટેલિવિઝન નેટવર્ક ગ્લોબ ન્યૂઝે જણાવ્યું હતું કે વિમાનમાંથી ભારે ધુમાડો અને આગ આવી રહી હતી. પ્લેન રહેણાંક વિસ્તારમાં પડ્યું છે. તે જ સમયે, વિમાન દુર્ઘટના પછી, દક્ષિણ બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં, રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ મીટિંગમાં હાજર લોકોને ઉભા થવા અને એક મિનિટનું મૌન પાળવાનું કહ્યું. રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે એવું લાગે છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ મૃત્યુ પામ્યા છે. ફાયર બ્રિગેડ, મિલિટરી પોલીસ અને સિવિલ ડિફેન્સ ઓથોરિટીની ટીમોને વિન્હેડોમાં અકસ્માત સ્થળ પર રવાના કરવામાં આવી છે.

Follow Me:

Related Posts