fbpx
અમરેલી

વૈજ્ઞાનિક આવિષ્કાર ના જનક ડો વિક્રમ સારાભાઈ નો જન્મ દિન વિજ્ઞાનોત્સવ દિવસ. સ્ટીમ એન્જિન સહિત કાપડ ઉદ્યોગ માં સહાય રૂપ સંશોધન

પ્રતિજ્ઞા વગર નું જીવન  પાયા વગર ની ઇમારત જેવું છે સંકલ્પ વિના માનવી ના જીવન માં ક્યારેય ટેક આવતી નથી અને ટેક પેદા થયા વિના જીવન ની ઉન્નતિ થતી નથી ગુજરાત નું ગૌરવવંતું વ્યક્તિવત એટલે અનેક આવિષ્કારો ના જનક ડો વિક્રમ સારાભાઈ ની વિક્રમ જનક શોધ સમસ્ત જગત માટે આશીર્વાદ રૂપ બની

૧૨ ઑગસ્ટ – વિજ્ઞાનોત્સવ દિન વિજ્ઞાની ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મદિન ૧૨ ઑગસ્ટ ‘વિજ્ઞાનોત્સવ દિન’ તરીકે ઊજવાય છે.સર સી. વી. રામન જેવા મહાન વિજ્ઞાનીના હાથ નીચે તૈયાર થઈ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મેળવનાર ડૉ. વિક્રમ સારાભાઈનો જન્મ અમદાવાદમાં ૧૨ ઑગસ્ટ, ૧૯૧૯ના રોજ માતા સરલાદેવીની કૂખે થયો હતો. પિતા ધનાઢ્ય ઉદ્યોગપતિ હોવાથી તેમની અભ્યાસવૃત્તિને પ્રોત્સાહન મળ્યું અને ઘરે શિક્ષકો ભણાવવા આવતા. નાની વયમાં જ તેઓ ખૂબ હોશિયાર બની ગયા હતા.

શહેરના સંપન્ન પરિવારમાં જન્મેલા વિક્રમ સારાભાઈ નાનપણથી વિજ્ઞાનમાં ઊંડો રસ ધરાવતા હતા.તેનો પરિચય તેમણે આઠ વર્ષની ઉંમરે સાઇકલ પર વિવિધ પ્રયોગો કરી અને ૧૨થી ૧૪ વર્ષની ઉંમરે જાતે સ્ટીમ એન્જિન બનાવી આપી દીધો હતો. ભૌતિકશાસ્ત્રના અભ્યાસ બાદ સ્વદેશ આવી નાબેલ પારિતોષિક વિજેતા વિજ્ઞાની સર સી. વી. રામન સાથે બેંગલોરમાં કોસ્મિક કિરણો અંગે અભ્યાસ કર્યો. પુનઃ કેમ્બ્રિજમાં અભ્યાસ કરી ૧૯૪૭માં પી. એચડી.ની ડિગ્રી મેળવી. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના કરી.

ડૉ. હોમી ભાભાના અનુગામી તરીકે દેશમાં પરમાણુ ઊર્જાક્ષેત્રે કાર્યક્રમો ઘડયા. ઈસરોનની સ્થાપનામાં યોગદાન આપ્યું. કાપડ ઉદ્યોગને સહાયરૂપ સંશોધન સંસ્થા અટીરાની સ્થાપના કરી. આઈ. આઈ. એમ.ની સ્થાપનામાં પણ દૂરંદેશીભર્યું માર્ગદર્શન આપ્યું.

૧૯૬૬માં પદ્મભૂષણથી નવાજ્યા હતા. મરણોત્તર પદ્મવિભૂષણ એવોર્ડ એનાયત થયો હતો. ભારતનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ તરતો મૂકવાના કાર્યક્રમ પાછળ અથાગ મહેનત કરી હતી. પરંતુ ૩૦મી ડિસેમ્બર ૧૯૭૧ના રોજ ત્રિવેન્દ્રમ ખાતે રોકેટ લોન્ચિંગ સ્ટેશનનું નિરીક્ષણ કરવા ગયા ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં ૩૦ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ તેમનું નિધન થયું હતું.

ગુજરાતના આ વિજ્ઞાની પુત્રની યાદમાં અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સામે વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે આ દિવસે વિજ્ઞાનને લગતાં પ્રદર્શનો, સ્પર્ધાઓ, વિજ્ઞાનીઓ સાથે મુલાકાતોના ખાસ કાર્યક્રમો યોજી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.વૈજ્ઞાનિક શોધ વિનાશ કારી અને પણ જ્યારે માનવ કલ્યાણ માટે ઉપકારક બને તે ઉત્તમ છે અનેકો ના જીવન માં સહજતા અને સરળતા લાવી આપનાર મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ ની અનેક શોધ વિક્રમ જનક રહી છે 

Follow Me:

Related Posts