fbpx
બોલિવૂડ

એવોર્ડ ફંક્શનમાં એક વૃદ્ધ વ્યક્તિને ધક્કો મારતો શાહરૂખનો વીડિયો વાયરલ

બોલિવૂડના બાદશાહ કહેવાતા શાહરૂખ ખાન આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે શાહરુખને સ્વિત્ઝર્લેન્ડમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. વાસ્તવમાં, તેણે લોકર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી, જ્યાં તેને પાર્ડો અલા કેરીએરા એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મળ્યા બાદ કિંગ ખાનના ચાહકોએ જશ્ન મનાવ્યો હતો જ્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થવા લાગ્યો હતો. હવે કેટલાક લોકો શાહરૂખને ટ્રોલ પણ કરી રહ્યા છે. જે વીડિયો સામે આવ્યો છે તેમાં શાહરૂખ રેડ કાર્પેટ પર પોઝ આપતો જાેવા મળી રહ્યો છે.

આ દરમિયાન એક વૃદ્ધ માણસ ફ્રેમમાં આવી રહ્યો હતો. ત્યારે શાહરૂખ તેની નજીક જાય છે અને તેમને ધીમેથી પૂસ કરી દે છે અને પછી તેની જગ્યાએ પાછો આવે છે અને પોઝ આપવા લાગે છે. હવે આ વીડિયો પર લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક લોકો કહે છે કે વૃદ્ધ શાહરુખનો જૂનો મિત્ર છે અને શાહરુખે મજાકમાં તેને ધક્કો માર્યો હતો. પણ યુઝર્સ શાહરુખની આ હરકતથી ગુસ્સે થયા છે અને તેને ટ્રોલ કરી રહ્યા છે. શાહરૂખના આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, “આ શરમજનક કૃત્ય છે. જાેઈને દુઃખ થયું.” અન્ય યુઝરે લખ્યું, “અહંકાર તેના પાત્રનો એક ભાગ છે.” અન્ય એક યુઝરે લખ્યું, “તમને શરમ આવવી જાેઈએ.”

ચાલો હવે જાેઈએ આવી જ કેટલીક પ્રતિક્રિયાઓ જે શાહરૂખના સમર્થનમાં આવી રહી છે. એક વ્યક્તિએ ટિપ્પણી કરી, “ભાઈ, બંને મિત્રો છે.” બીજાએ ટિપ્પણી કરી, “તે માણસ તેનો જૂનો મિત્ર છે. તે વ્યક્તિ સાથે તેના ઘણા જૂના ફોટા છે. કિંગ ખાનની ઈર્ષ્યા કરવાનું બંધ કરો.” જાે કે લોકોની આવી અનેક પ્રતિક્રિયાઓ જાેવા મળી રહી છે. આ વીડિયો ઓનલાઈન સામે આવતાની સાથે જ શાહરૂખ ખાનની ટીકા થઈ રહી છે અને નેટીઝન્સ તેને ‘અહંકારી’ તરીકે ટેગ કરી રહ્યા છે. બીજી તરફ, અભિનેતાના કેટલાક ચાહકો તેના સમર્થનમાં આવ્યા અને ખુલાસો કર્યો કે વૃદ્ધ વ્યક્તિ શાહરૂખના જૂના મિત્રોમાંથી એક છે અને તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા. એક યુઝરે લખ્યું- ખરેખર, આ કોઈ રમતિયાળ વર્તન નહીં પરંતુ શાહરૂખનો અહંકાર હતો! જાે વૃદ્ધે શાહરૂખ સાથે આવું કર્યું તો? એક યુઝરે કમેન્ટ કરી – તે તેના જૂના મિત્રોમાંથી એક છે. હવે નકારાત્મકતા ફેલાવવાની કોશિશ ન કરો.

Follow Me:

Related Posts