fbpx
ગુજરાત

એટ ધીસ ટાઇમ લિડર્સ પુસ્તકનું વિમોચન

અમદાવાદ તારીખ ૯ ના રોજ અમદાવાદ ખાતે તન્વી પાટડિયા લિખિત પુસ્તક એટ ધિસ ટાઇમ લિડર્સ પુસ્તકનું વિમોચન ધ ગ્રાન્ડ એલોજીયા ખાતે કરવામાં આવ્યું. આ વિમોચન પ્રસંગે કોંકલેવ પાર્ટીનું આયોજન કરવામાં આવેલું. ૬ થી ૭ માં કોંકલેવ પાર્ટીમાં આવેલ દરેક મહેમાનોના એકબીજા સાથે સંપર્ક થયા અને બધાની ઓળખાણ વધી. ત્યારબાદ ક્લાસ વન ઓફિસર અને મોટીવેશનલ સ્પીકર  શૈલેષભાઈ સગપરિયા દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. એટ ધીસ ટાઇમ હોર્ડિંગસ લિમિટેડના ચેરમેન સુભાષભાઈ ડોબરીયાએ આવેલ દરેક મહેમાનોનું સ્વાગત કર્યું હતું. શરૂઆતમાં ઇવેન્ટના સપોન્સર વિષ્ણુભાઈ પટેલ અને ધાંગધ્રા જિલ્લાના એમ. એલ. એ પ્રકાશભાઈ વરમોરાએ પોતાના વક્તવ્ય દ્વારા પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

ત્યારબાદ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવેલ દરેક લીડરનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વલ્લભભાઈ કાકડીયા,ગગજીભાઈ સુતરીયા અને ગોવિંદભાઈ વરમોરા દ્વારા પ્રાસંગીક ઉદ્બોધન કરવામાં આવેલું. આ કોંક્લેવમાં અમદાવાદના ખ્યાતનામ ઇવેન્ટ પ્લાનર પૂર્વ પટેલ દ્વારા સમગ્ર ઈવન્ટનું ડેકોરેશન કરવામાં આવેલ અને સંગાથ પિકચર દ્વારા લાઈવ અને ફોટોગ્રાફી કરવામાં આવેલ. આ બંને ટીમ ને પણ એટ ધિસ ટાઇમ દ્વારા ટ્રોફી આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતમાં પુસ્તકના લેખિકા તન્વી પાટડિયા દ્વારા પુસ્તક લખતી વખતે થયેલા અનુભવો વર્ણવી સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે સર્વે એ સાથે ભોજનનો આસ્વાદ માણ્યો હતો.આ પુસ્તક માં અસામાન્ય લોકોની સફળતાની સફરની વાતો કંડારવામાં આવી છે. જે કોઈ તેને વાંચશે તેને કઈક નવું કરવાનું સાહસ પૂરું પાડશે માટે દરેક આ પુસ્તક વસાવે એવું એટ ધીસ ટાઇમ અપીલ કરે છે. પુસ્તક વસાવવા સંપર્ક કરો.૯૯૭૪૦૧૦૬૪૩

Follow Me:

Related Posts