જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના 25 બાળકોએ મેળવ્યું અનેરું સ્થાન
શાળાકીય રમતોત્સવ અંતર્ગત આજરોજ તા. 13/08/2024 ને મંગળવારના રોજ ભાવનગર ખાતે યોજાયેલ વિવિધ જૂથની કુસ્તી સ્પર્ધામાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ અનેરી સિદ્ધિ મેળવી હતી. જેમાં અંડર – 14 માં 9 બાળકોએ પ્રથમ નંબર, અંડર – 17 માં 7 બાળકોએ પ્રથમ નંબર તથા 2 બાળકોએ બીજો નંબર મેળવ્યો હતો, જ્યારે અંડર – 19 માં 7 બાળકોએ પ્રથમ નંબર મેળવ્યો હતો. નંબરમાં આવનાર તમામ બાળકોને શાળા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
Recent Comments