fbpx
અમરેલી

ગાવડકા શેત્રુંજી નદી ઉપર આવેલ નેશનલ હાઈવેના પૂલની તૂટેલી રેલિંગ ક્યારે કરવામાં આવશે? તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી

અમરેલી માંથી પસાર થતો નેશનલ હાઈવે ૩૫૧ જી અમરેલી થઈને ચલાલા ધારી તરફ જાય છે, જેમાં વચ્ચે ગાવડકા શેત્રુંજી નદી ઉપરથી પસાર થતો નેશનલ હાઈવેમાં મેજર બ્રિજ આવેલો છે, જે મેજર બ્રિજની એક બાજુની અડધી રેલીંગ ઘણા સમયથી તૂટી ગયેલ છે અવારનવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ આ બ્રિજની તૂટેલી રેલીંગ કરવામાં આવતી નથી આ બ્રિજ ઉપરથી અમરેલી- કુકાવાવના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા રોજ પસાર થતા હોય તો શું કૌશિકભાઈ વેકરીયા ને આ તૂટેલી રેલીંગ દેખાતી નથી? આ નેશનલ હાઈવેના બ્રિજ ઉપરથી રોજબરોજ હજારો વાહનો પસાર થતા હોય છે તો ગમે ત્યારે તૂટેલી રેલીંગના લીધે અકસ્માત થવાનો ભય રહેલો છે, તો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કૌશિકભાઈ વેકરીયા ગાવડકા ખાતે શેત્રુંજી નદી ઉપરથી પસાર થતા નેશનલ હાઈવેના બ્રિજની તૂટેલી રેલિંગનું કામ ઝડપથી કરાવે તેવી ટકોર અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts