fbpx
અમરેલી

અમરેલીના વરિષ્ઠ નાગરિકે  તિરંગા યાત્રા માટે મોટર સાઈકલ પર વિશેષ સુશોભન કર્યુ: અનોખી રીતે રાષ્ટ્ર પ્રેમ અભિવ્યક્ત કર્યો

“રાષ્ટ્રધર્મ મારા માટે સર્વોપરી છે. દેશના જવાનો, તિરંગા માટે મને વિશેષ પ્રેમ છે.” ,આ શબ્દો છે અમરેલી નગરના ૭૩ વર્ષીય વરિષ્ઠ નાગરિક શ્રી ડી.જી. મહેતાના. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની ‘તિરંગા યાત્રા’માં અમરેલીના વરિષ્ઠ નાગરિક શ્રી ડી.જી. મહેતાએ મોટરસાઇકલને અનોખી રીતે શણગારી, રાષ્ટ્ર પ્રત્યેનો તેમનો પ્રેમ અને રાષ્ટ્ર ભાવના અભિવ્યક્ત કર્યા હતા. શ્રી મહેતાની સુશોભિત આ મોટર સાઈકલે અનોખું આકર્ષણ જમાવ્યું હતું.

શ્રી મહેતાએ કહ્યુ કે,એક મહિનાની મહેનત બાદ મોડીફીકેશન કરી અને તૈયાર કરેલી આ મોટર સાઇકલમાં દેશભક્તિ અને સંસ્કૃતિના ભાતીગળ રીતે રંગો ઉમેરવા હતા. તેમણે ઉમેર્યુ કે, હું જિલ્લા પંચાયતમાં કર્મયોગી તરીકે ફરજ પર હતો, નિવૃત્ત થયો ત્યારબાદ રાષ્ટ્રભક્તિ અને નાગરિક ધર્મના ભાગરુપે આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો રહ્યો છું.

શહીદને શ્રધ્ધાંજલી આપવા તેમણે, મોટરસાઇકલની આગળ લગાડેલા કટઆઉટમાં અમરેલીના જ એક વીર શહીદ શ્રી મનિષ મહેતાની તસવીર મૂકી છે, તેમ જણાવી ઉમેર્યુ કે, દેશની સેના અને તિરંગા પ્રત્યે મને અપાર પ્રેમ છે. વર્ષોથી હું આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું.

કાર્યક્રમના પ્રારંભે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાએ શ્રી.ડી.જી. મહેતાને શુભકામનાઓ પાઠવી, રાષ્ટ્ર પ્રેમ માટેની તેમની અભિવ્યક્તિને બિરદાવી હતી.  શ્રી મહેતાએ વધુમાં જણાવ્યુ કે, દેશભક્તિના કાર્યો મને ગમે છે. નિરાધારો માટે ટિફિન સેવા સહિતની સેવાકીય પ્રવૃત્તિ પણ કરું છુ અને નાગરિક તરીકેની મારી ફરજ અને ધર્મ અદા કરુ છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/