ભાવનગર આજ રોજ ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા શાંતિલાલ હાઇસ્કૂલ ખાતે અંગદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ આ રેલી માં ખાસ જિલ્લા આરોગ્ય અધિકારી ચંદ્રમણી સાહેબ દ્વારા રેલીને પ્રસ્થાન કરવવામાં આવ્યું હતું તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,ભા વનગર ,સરકારીબી. ઍડ.કોલેજ સીદસર ભાવનગર ખાતે આજે વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે ડી આર યુ શાખા તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર તેમજ ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રાસંગિક વક્તવ્યનો કાર્યક્રમ તેમજ વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે યોજાયેલ સૂત્ર લેખન સ્પર્ધાના વિજેતા બનેલ તાલીમાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં
ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશનના શ્રી રોહિતભાઈ ભંડેરી, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન શ્રી સુમિતભાઈ ઠક્કર, તથા શ્રી કાર્તિકભાઈ દવે શ્રી તેજસ દોશી તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય હિરેનભાઈ ભટ્ટ અને બી એડ ના એચ.ઓ.ડી શ્રી મનીષભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયટ ના લેક્ચરર શ્રી એમ. બી. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ તેજસ્વી સ્કૂલના બાળકો દ્વારા અંગદાન દિવસ નિમિતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ અને આ સ્પર્ધામાં જોડાનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Recent Comments