fbpx
ભાવનગર

જિલ્લા વિકાસ અધિકારી જી.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ. સોલંકીનાં અધ્યક્ષ સ્થાને આજે ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરી આયોજન હોલ ખાતે મળી હતી. ભાવનગર જિલ્લાની સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં તુમારોનો નિકાલ,પેન્શન કેસ, નાગરિક અધિકારી પત્રો, આર.ટી.આઈ.અરજીનો સમય મર્યાદામાં નિકાલ કરવાની સૂચના આપી હતી. આ ઉપરાંત રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓ અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ. સોલંકીએ સંબંધિત અધિકારીઓને સત્વરે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી હતી. ભાવનગર જિલ્લા સેવા સદનનાં આયોજન ખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની આ બેઠકમાં પોલીસ અધીક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન.ડી. ગોવાણી, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટર શ્રી ડી. એન. સતાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જયશ્રીબેન જરૂ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Follow Me:

Related Posts