fbpx
રાષ્ટ્રીય

બજરંગ પુનિયા પર તિરંગાનું અપમાન કરવાનો આરોપ : તિરંગાના પોસ્ટર પર રાખ્યા બુટ!

ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા તિરંગાના પોસ્ટર પર ઉભા રહેવાને લઈને વિવાદ થયો છે. આ ઘટના ૧૭ ઓગસ્ટે દિલ્હી એરપોર્ટ પર બની હતી. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી પરત ફર્યા ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર બજરંગ પણ વિનેશના સ્વાગત માટે એરપોર્ટ પર હાજર હતો. વિનેશ ૫૦ કિગ્રા વર્ગની ફાઇનલમાં જગ્યા બનાવીને પણ ઓલિમ્પિક મેડલ જીતી શકી નથી.

વિનેશ ફોગાટના સ્વાગત દરમિયાન બજરંગ તિરંગાના પોસ્ટર પર ઉભો હતો. તે કારના બોનેટ પર બુટ પહેરીને ઉભો હતો. ત્યાંથી બજરંગ ભીડ અને મીડિયાને સંભાળી રહ્યો હતો. બોનેટ પર જ ત્રિરંગાનું પોસ્ટર ચોંટાડવામાં આવ્યું હતું. બજરંગે તેના પર પગ મૂક્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સોશિયલ મીડિયા પર લોકો બજરંગ પર ત્રિરંગાનું અપમાન કરવાનો આરોપ લગાવી રહ્યા છે. કેટલાક લોકો સોશિયલ મીડિયા પર બજરંગ પુનિયાનો બચાવ પણ કરી રહ્યા છે. તેનું કહેવું છે કે બજરંગે આ ભૂલ અજાણતા કરી છે.

તે ભીડ અને મીડિયાને સંભાળવામાં વ્યસ્ત હતો. કાર ભીડમાંથી પસાર થઈ રહી હતી. તેમ છતાં ઘણા લોકો બજરંગની ટીકા પણ કરી રહ્યા છે. તેઓ માને છે કે આ ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન છે. ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગટ, જે પેરિસ ઓલિમ્પિકમાં ફાઇનલમાં પહોંચી હોવા છતાં વજન વધારે હોવાને કારણે મેડલ જીતી શકી ન હતી, તેનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન સમયે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા સ્ટાર ખેલાડીઓ ઉપરાંત પંચાયતના નેતાઓ પણ વિનેશને આવકારવા આવ્યા હતા. વિનેશને ફૂલોના હાર પહેરાવવામાં આવ્યા હતા. તેમણે ખુલ્લી જીપમાં સવાર થઈને લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. વિનેશે હાથ જાેડીને કહ્યું કે હું આખા દેશનો આભાર વ્યક્ત કરું છું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/