ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ)ના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ડૉ.ગીતા ગોપીનાથે કહ્યું છે કે ભારત ૨૦૨૭ સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ભારત પહેલેથી જ વિશ્વની ૫મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ટૂંક સમયમાં તે ટોચની ત્રણ વૈશ્વિક આર્થિક શક્તિઓમાં સામેલ થવા જઈ રહી છે. ગોપીનાથે કહ્યું કે ગત નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો વિકાસ અપેક્ષા કરતા ઘણો સારો રહ્યો છે. તમામ ક્ષેત્રોમાં ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રમાં ખાનગી વપરાશ વધ્યો છે. ટુ-વ્હીલરના વેચાણથી લઈને ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (હ્લસ્ઝ્રય્) સુધીનો એકંદર વપરાશ વધી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સમાં તેમને ટાંકવામાં આવ્યા છે કે સારા ચોમાસાથી સારા પાક અને કૃષિ આવકમાં વધારો થાય છે. દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ડાયમંડ જ્યુબિલી કોન્ફરન્સમાં બોલતા ગોપીનાથે કહ્યું કે ૨૦૧૦થી શરૂ થયેલા દાયકામાં ભારતનો સરેરાશ વિકાસ દર ૬.૬ ટકા રહ્યો છે. પરંતુ રોજગાર દર ૨ ટકા કરતા ઓછો છે. આવી સ્થિતિમાં ભારતનો રોજગાર દર ય્૨૦ દેશો કરતા ઘણો ઓછો છે.
તેમણે કહ્યું કે ૨૦૩૦ સુધીમાં લગભગ ૬ કરોડથી ૧૫ હજાર કરોડ વધારાની નોકરીઓ ઊભી કરવી પડશે. ૈંસ્હ્લએ નાણાકીય વર્ષ ૨૦૨૫ માટે આર્થિક વૃદ્ધિનું અનુમાન એપ્રિલમાં ૬.૮ ટકાથી વધારીને ૭ ટકા કર્યું છે. ઇમ્ૈં ગવર્નર શક્તિકાંત દાસના જણાવ્યા અનુસાર, જાે છેલ્લા ત્રણ વર્ષમાં ભારતની સરેરાશ વૃદ્ધિ જાેવામાં આવે તો તે ૮.૩ ટકા આવે છે. તેમણે ચાલુ વર્ષમાં ૭.૨ ટકા વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે. નાણામંત્રી ર્નિમલા સીતારમણે શનિવારે ગીતા ગોપીનાથ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન નાણા મંત્રીએ કહ્યું કે ભારત ૈંસ્હ્લ સાથે સહયોગને મજબૂત કરવા માટે વધારાના રસ્તાઓ શોધવા માટે તૈયાર છે. ગોપીનાથે ભારત અને ૈંસ્હ્લ વચ્ચેના મજબૂત સંબંધોની પ્રશંસા કરી હતી.


















Recent Comments