fbpx
ગુજરાત

સાળંગપુરમાં હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર

આજે દેશભરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે બહેન ભાઈને રાખડી બાંધી આ પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે. તો રાજ્યના વિવિધ મંદિરોમાં પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મંદિરે શ્રાવણ મહિનાની પૂનમના દિવસે રાખડીનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. સવારથી હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જાેવા મળી રહી છે.

મંદિરમાં ભક્તોએ મોકલેલી રાખડીના વાઘાથી શણગાર કરવામાં આવ્યો છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આજે પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધન નિમિત્તે હનુમાનજી દાદાને ભક્તોએ મોકલેલ રાખડીના વાઘાનો શણગાર અને સિંહાસને નાળિયેરીના પાનનો દિવ્ય શણગાર કરાયો છે. તેમજ સંતોએ હરિભક્તોને રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. ત્યારે સવારથી મોટી સંખ્યામાં ભક્તોએ દાદાને રાખડી અર્પણ કરી ને દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Follow Me:

Related Posts