બોલિવુડ ફિલ્મ ‘છાવા’માં વિકી કૌશલ કરતા ખુંખાર વિલનની થઇ રહી છે ચર્ચા
વિક્કી કૌશલ અને રશ્મિકા મંદાના સ્ટાર ફિલ્મ છાવાની હાલમાં ખુબ ચર્ચા થઈ રહી છે. ફિલ્મની સ્ટોરી મરાઠા યૌદ્ધા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે. જેમાં વિક્કી કૌશલ લીડ રોલમાં જાેવા મળશે પરંતુ આ ફિલ્મમાં ઔરંગઝેબના પાત્રને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ કે, આ મહત્વપૂર્ણ ભૂમિકામાં કોણ નિભાવી રહ્યું છે.બોલિવુડની અપકમિંગ ફિલ્મ છાવામાં મુગલ બાદશાહ ઔરંગઝેબની ભૂમિકામાં અક્ષય ખન્નાની પસંદગી કરવામાં આવી છએ. જે પોતાની એક્ટિંગ માટે જાણીતો છે.
ફિલ્મ છાવાની ખુબ ચર્ચા થઈ રહી છે. હાલમાં ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં વિક્કી કૌશલ ફુલ એક્શન મોડમાં જાેવા મળી રહ્યો છે પરંતુ સૌથી વધુ ધ્યાન અક્ષય ખન્નાએ ખેચ્યું છે. કારણ કે, તેમને ઓળખવો મુશ્કેલ લાગી રહ્યો છે. છાવાના ટીઝરના અંતમાં થોડા સમય માટે અક્ષય ખન્ના ઔરંગઝેબના પાત્રમાં જાેવા મળી રહ્યો છે પરંતુ તેનો લુક અને એક્ટિંગને ઓળખવા માટે બીજી વખત ટીઝર જાેવું પડે છે. છાવા ફિલ્મ રિલીઝ થવાની સૌ કોઈ રાહ જાેઈ રહ્યા છે. ફિલ્મનું ડાયરેક્શન લક્ષ્મણ ઉતેકર કરી રહ્યા છે.
છાવામાં વિક્કી કૌશલ અને અક્ષય ખન્નાની સાથે સાઉથ સેસશન રશ્મિકા મંદાના પણ સામેલ છે. છાવા આ વર્ષ ૬ ડિસેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. છાવાની સાથે અક્ષય ખન્નાને ઔરંગજેબની ભૂમિકામાં ચાહકોને અલગ જ અવતારમાં જાેવા મળશે. એ જાેવું પણ રસપ્રદ રહેશે કે, તે ચાહકોને આ પાત્ર કેટલું પસંદ આવે છે. અક્ષય ખન્ના ખુબ લાંબા સમય બાદ કોઈ ફિલ્મમાં જાેવા મળશે.સંભાજીના રોલમાં વિકી કૌશલ શાનદાર લાગી રહ્યો છે. છાવા એક મરાઠી શબ્દ છે જેનો અર્થ થાય છે સિંહનું બચ્ચું. વિક્કી કૌશલ હવે સંભાજી મહારાજ બની મોટા પડદા પર ધમાલ મચાવતો જાેવા મળશે.
Recent Comments