લેન બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. આ બે રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને ટુ-લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીએ આ રકમ ફાળવી છે. બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસકાંઠાના સંબંધિત જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકોએ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં આ માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે હવે આ રસ્તાઓ 3.75 મીટરમાંથી 7 મીટર ટુ-લેન થવાથી બનાસકાંઠાના રાહથી રાજસ્થાન જવા માટે અંદાજે 25 કિલોમીટરનો ટુ લેન રોડ ઉપલબ્ધ થશે અને વાહનવ્યવહારને વધુ સરળતા થશે.
મુખ્યમંત્રીએ બનાસકાંઠાના પ્રજાવર્ગો તથા જનપ્રતિનિધિ ઓની માગણીનો ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો


















Recent Comments