fbpx
રાષ્ટ્રીય

કોલકાતા રેપ-મર્ડર કેસમાં CBIની તપાસ, ખાસ છે ૪ લોકો પર નજર… જાણો કોણ છે આ લોકો?

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સ્થિત આરજી કર મેડિકલ કોલેજમાં તાલીમાર્થી ડોક્ટરની બળાત્કાર-હત્યા કેસમાં ઝ્રમ્ૈંની તપાસનું કેન્દ્ર હવે ૪ લોકો પર ગયું છે. જેમાં મુખ્ય આરોપી સંજય રોય, પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ, કોલકાતા પોલીસના છજીૈં અનૂપ દત્તા અને સૌરવ ભટ્ટાચાર્યનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સૌરવ ભટ્ટાચાર્ય એ વ્યક્તિ છે જેણે ઘટના પહેલા આરોપી સંજય રોય સાથે બેસીને દારૂ પીધો હતો. ઝ્રમ્ૈંએ બુધવારે સૌરવ ભટ્ટાચાર્યને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા.

સીબીઆઈ આ ચારેયની પૂછપરછ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ૯ ઓગસ્ટની રાત્રે શું થયું હતું? તમને જણાવી દઈએ કે આ કેસમાં અત્યાર સુધી માત્ર એક જ આરોપી સંજય રોયની ધરપકડ કરવામાં આવી છે. સંજયની કોલકાતા પોલીસે ધરપકડ કરી હતી અને હવે તે ઝ્રમ્ૈંની કસ્ટડીમાં છે. સમસ્યા એ છે કે સંજય ઝ્રમ્ૈંના પ્રશ્નોના રટેલા જવાબો આપી રહ્યો છે જેના કારણે એજન્સીને શંકા છે કે તેણે તમામ જવાબો અગાઉથી તૈયાર કરી લીધા છે. એવું લાગે છે કે તે કોઈને બચાવી રહ્યો છે કારણ કે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજથી સ્પષ્ટ છે કે સંજય ૯ ઓગસ્ટે સવારે ૪.૪૫ વાગ્યે આરજી કર ગયા પછી હોસ્પિટલના સેમિનાર હોલમાં પ્રવેશ્યો હતો અને માત્ર અડધા કલાક પછી ત્યાંથી બહાર આવ્યો હતો.

ઝ્રમ્ૈં તપાસમાં છજીૈં અનૂપ દત્તાની ભૂમિકા પણ શંકાસ્પદ છે. મંગળવારે ઝ્રમ્ૈંએ અનુપ દત્તાને બોલાવીને લગભગ ૮ કલાક સુધી પૂછપરછ કરી હતી અને બુધવારે પણ તેમની અનેક કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. હવે અનુપ દત્તાના નિવેદનોની ચકાસણી કરવામાં આવી રહી છે. બુધવારે ઝ્રમ્ૈંએ અનુપ દત્તાને સંજય રોય સાથેના સંબંધો અંગે પૂછપરછ કરી હતી અને હવે તેની તુલના સંજયના નિવેદનો સાથે કરવામાં આવી રહી છે. જાે નિવેદનોમાં કોઈ વિરોધાભાસ જાેવા મળે તો અનુપને ફરીથી પૂછપરછ માટે બોલાવશે.

આ ઘટના બાદ સંજયે પહેલો ફોન અનૂપને કર્યો હતો. સંજય સ્વયંસેવક તરીકે અનૂપ દત્તાની નીચે કામ કરતો હતો. ઝ્રમ્ૈંનો ચોથો મોટો શંકાસ્પદ આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષ છે. સીબીઆઈએ લગભગ ૬૪ કલાક સુધી સંદીપ ઘોષની પૂછપરછ કરી અને બુધવારે તેમની ગાડી ઝ્રમ્ૈં ઓફિસમાં બોલાવાઈ હતી. ઝ્રમ્ૈંની ફોરેન્સિક ટીમે સંદીપ ઘોષના સત્તાવાર વાહનની તપાસ કરી હતી અને તેના ડ્રાઈવરની પણ પૂછપરછ કરી હતી, પરંતુ નોંધનીય વાત એ છે કે હવે કોલકાતા પોલીસ પણ સંદીપ ઘોષના કેસમાં સક્રિય થઈ ગઈ છે. કોલકાતા પોલીસે સંદીપ ઘોષ વિરુદ્ધ લેડી ડૉક્ટરની ઓળખ છતી કરવા અને ભ્રષ્ટાચારના મામલામાં બે હ્લૈંઇ નોંધી છે.

કેસ નોંધ્યા બાદ કોલકાતા પોલીસે સંદીપ ઘોષને આજે જ પૂછપરછ માટે બોલાવ્યા હતા. જાેકે, સંદીપ ઘોષ કોલકાતા પોલીસ સમક્ષ હાજર થઈ શક્યા ન હતા કારણ કે તેમની ઝ્રમ્ૈં દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. એવી ચર્ચા છે કે કોલકાતા પોલીસ સંડોપ ઘોષની વહેલી તકે ધરપકડ કરવા માંગે છે જેથી તેને ઝ્રમ્ૈં કસ્ટડીમાં જતા અટકાવી શકાય. આમ, અત્યારે સીબીઆઈનું મુખ્ય ફોકસ સૌરવ ભટ્ટાચાર્ય, સંજય રોય, અનૂપ દત્તા અને સંદીપ ઘોષ પર છે.

Follow Me:

Related Posts