રાષ્ટ્રીય

આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળવાની તૈયારીમાં..અમેરિકન વૈજ્ઞાનિકોએ અલાસ્કામાં યુકોન નદીના પાણીમાં સંશોધન બાદ ચેતવણી આપી

દુનિયાનો અંત જલ્દી જ આવવાનો છે, આ દુનિયા ક્યારેય તબાહ થઈ જશે તે કહેવાય નહિ, કારણ કે દુનિયાને તબાહ કરતો મોટો ટાઈમ બોમ્બ એક્ટિવ થઈ ગયો છે. આર્કટિકમાં પરમાફ્રોસ્ટ ઓગળવાથી ઝેરી પારો પાણીમાં ઓગળી રહ્યો છે. આ એક ટાઈમ બોમ્બ છે જે આ પાણી આધારિત ફુડ ચેઈન અને નાગરિકોને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ અલાસ્કામાં યુકોન નદીના પાણીમાં સંશોધન બાદ આ ચેતવણી આપી છે. પાણીમાં ઓગળતો પારો હજારો વર્ષોથી પરમાફ્રોસ્ટમાં દટાયેલો હતો.

આર્કટિકમાં એક વિશાળ મર્ક્‌યુરી બોમ્બ વિસ્ફોટ કરવા માટે તૈયાર હોઈ શકે છે તેવું ેંજીઝ્ર ડોર્નસિફ કોલેજ ઓફ લેટર્સ, આર્ટસ એન્ડ સાયન્સમાં પૃથ્વી વિજ્ઞાન અને પર્યાવરણીય અભ્યાસના પ્રોફેસર જાેશ વેસ્ટે જણાવ્યું હતું. યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયાના સંશોધકોએ અલાસ્કાની યુકોન નદીમાં કાંપના પરિવહનનો અભ્યાસ કર્યો. તેઓએ જાેયું કે નદી રાજ્યના પશ્ચિમ તરફ વહેતી હોવાથી, તેના કિનારે પરમાફ્રોસ્ટનું ધોવાણ થઈ રહ્યું છે. જેના કારણે પાણીમાં પારો યુક્ત કાંપ ઉમેરાઈ રહ્યો છે. સંશોધકોએ નદીના કાંઠા અને રેતીના ટેકરાઓ તેમજ માટીના ઊંડા સ્તરોમાંથી કાંપમાં પારોનું વિશ્લેષણ કર્યું. યુકોન નદી તેના માર્ગને કેટલી ઝડપથી બદલી રહી છે

તે જાેવા માટે તેઓએ સેટેલાઇટ ડેટાનો પણ અભ્યાસ કર્યો. જે નદીના કિનારો અને રેતીના ટેકરાઓ પર જમા થતા પારોથી ભરેલા કાંપના જથ્થાને અસર કરે છે. નદી પારો-સમૃદ્ધ કાંપના મોટા જથ્થાને ખૂબ જ ઝડપથી ખસેડી શકે છે તેવું રિસર્ચના સહ-લેખક ઇસાબેલ સ્મિથે જણાવ્યું હતું. ઝેરી ધાતુઓની હાજરી આર્કટિકના પર્યાવરણ અને અહીં રહેતા ૫૦ લાખ લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે. પીવાના પાણી દ્વારા દૂષિત થવાનું જાેખમ ઓછું હોવા છતાં, તે લાંબા ગાળે વિનાશક અસરો કરી શકે છે, ખાસ કરીને આર્કટિક સમુદાયો માટે જે શિકાર અને માછીમારી પર આધાર રાખે છે. આ ધાતુ (પારા)ના સંચયની અસર સમય જતાં વધવાની ધારણા છે,

ખાસ કરીને માછલીઓ અને પ્રાણીઓ દ્વારા મનુષ્યો દ્વારા ખાવામાં આવે છે. સ્મિથે જણાવ્યું હતું કે ‘દશકોના સંપર્કમાં, ખાસ કરીને પારાના ઊંચા સ્તરે, પર્યાવરણ અને આ વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર વિનાશક અસરો કરી શકે છે.’ આર્કટિકને ઘણીવાર આબોહવા પરિવર્તનની ફ્રન્ટલાઈન કહેવામાં આવે છે. અત્યાર સુધીના સંશોધનો દર્શાવે છે કે ઉત્તર ધ્રુવના પીગળવાથી સમગ્ર ગ્રહ પર અસર થશે. આ વિસ્તાર અપેક્ષા કરતા વધુ ઝડપથી પીગળી રહ્યો છે અને તેના કારણે દિવસો લાંબા થઈ રહ્યા છે. તાજેતરના સંશોધનો એ પણ સૂચવે છે કે ગ્રીનલેન્ડ બરફની ચાદર અગાઉ માનવામાં આવતી હતી તેટલી સ્થિર નથી. તેના પીગળવાના કારણે ૪૦ કરોડ લોકોને પૂરનું જાેખમ હોઈ શકે છે.

Related Posts