અમરેલી જિલ્લા પંચાયત ખાતે બચ્ચા હાઉસને ખુલ્લુ મુકતા સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતભાઈ સુતરિયા
અમરેલી જિલ્લા પંચાયત ખાતે આજે સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયાએ બચ્ચા હાઉસ એટલે કે, ઘોડિયા ઘરને ખુલ્લું મૂક્યું હતું.જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ખુલ્લા મુકાયેલા આ બચ્ચા હાઉસથી જિલ્લા પંચાયતના અધિકારી -કર્મચારી ઉપરાંત અરજદારોના નાના ભૂલકાઓને ઘોડિયા ઘરની સુવિધા મળી રહેશે.જિલ્લા પંચાયત કર્મચારી ક્લના ભંડોળમાંથી તૈયાર કરવામાં આવેલ ઘોડિયા ઘર બાળકોને પ્રિય એવા રંગબેરંગી કાર્ટૂન ચિત્ર લગાવી સજજ કરવામાં આવ્યું છે. ઉપરાંત બાળકોને ગમતું વાતાવરણ મળી રહે તે અવનવી ગેમ્સ, રમકડા, વગેરે આ બચ્ચા હાઉસમાં રાખવામાં આવ્યું છે.
આ બચ્ચા હાઉસના પ્રારંભ કરવાની સાથે કર્મચારીઓ માટે રિફ્રેશમેન્ટ રૂમને પણ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયાએ આ રિફ્રેશમેન્ટ રૂમને ખુલ્લો મુકવાની જગ્યાએ વર્ગ -૪ કર્મચારી શ્રી કુરેશી મોહમદના હસ્તે રીબીન કાપીને શુભારંભ કરાવ્યો હતો. આમ, તેમણે નાના કર્મચારીનો ઉત્સાહ વધારતા આ ગૌરવ બક્ષ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પ્રતાપભાઈ કોઠીવાળ, અગ્રણી શ્રી જીતુભાઈ ડેર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપાબેન કોટક અને શ્રી અર્પણ ચાવડા સહિતના અધિકારી -કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments