નેપાફ્રના તનાહુનમાં યુપીની બસ નદીમાં ખાબક્તા ૧૪ ભારતીયોના ઘટનાસ્થફ્રે જ મોત થયા
નેપાફ્રના તનાહુન જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં એક ભારતીય પેસેન્જર બસ મર્સ્યાંગડી નદીમાં પડી છે. નેપાફ્ર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. જિલ્લા પોલીસ કાર્યાલય તનહુનના ડીએસપી દીપકુમાર રાયે માહિતી આપી હતી કે નંબર પ્લેટ ેંઁ હ્લ્ ૭૬૨૩ વાફ્રી બસ નદીમાં પડી હતી અને હવે નદી કિનારે પડી છે. દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરીમાં ૧૪ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ૧૬ ઘાયલ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ બસ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયેલા ભારતીય મુસાફરોને લઈને કાઠમંડુ જવા રવાના થઈ હતી.
અકસ્માત સમયે બસમાં ભારતીય મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક પોલીસ અને બચાવ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થફ્રે પહોંચી હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. તમામ ૧૬ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર બસ નદીમાં પડવા પાછફ્રના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વહીવટી તંત્રએ તમામ જરૂરી પગલાં લીધા છે અને રાહત કાર્યને પ્રાથમિકતા આપી છે. આ દુઃખદ ઘટનાથી સ્થાનિક સમુદાયો અને મુસાફરોમાં ચિંતા અને શોકનું મોજુ ફરી વળ્યું છે. વહીવટીતંત્ર અને બચાવ ટુકડીઓ આ દુર્ઘટનાના તમામ સંજાેગોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
Recent Comments