ડાકુઓએ પોલીસના વાહનો પર રોકેટ વડે હુમલો કર્યો, ૧૧ પોલીસકર્મીઓ ઘટનાસ્થફ્રે જ માર્યા ગયા

પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, ડાકુઓએ પોલીસના વાહનો પર રોકેટ વડે હુમલો કર્યો. હુમલામાં ઓછામાં ઓછા ૧૧ પોલીસકર્મીઓ ઘટનાસ્થફ્રે જ માર્યા ગયા હતા, જ્યારે તેમાંથી કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા અને બાકીના ઘાયલ થયા હતા. મૃત્યુઆંક વધી શકે છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુરુવારે પોલીસકર્મીઓ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૧ સૈનિકો માર્યા ગયા હતા
અને ઘણા ઘાયલ થયા હતા.બીજી તરફ લાહોરથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં કેટલાક પોલીસકર્મીઓને પણ બંધક બનાવવામાં આવ્યા હતા, જ્યારે માચા પોઈન્ટ પર બે પોલીસ વાન કાદવમાં ફસાઈ ગઈ હતી. પંજાબ પોલીસના પ્રવક્તાએ આ મામલે નિવેદન આપ્યુ છે તેમણે જણાવ્યું કે ડાકુઓ ત્યાં પહોંચી ગયા અને તેમના પર રોકેટથી હુમલો કર્યો હતો. હુમલામાં ઓછામાં ઓછા ૧૧ પોલીસકર્મીઓ ઘટનાસ્થફ્રે જ માર્યા ગયા હતા, જ્યારે તેમાંથી કેટલાકને બંધક બનાવવામાં આવ્યા હતા અને બાકીના ઇજાગ્રસ્ત થયા હતા. પંજાબ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર છે.
પોલીસે જણાવ્યું કે ગુરુવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં રોકેટ હુમલામાં ઓછામાં ઓછા ૧૧ પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને લાહોરથી લગભગ ૪૦૦ કિલોમીટર દૂર રહીમ યાર ખાન જિલ્લામાં પણ ઘણા પોલીસકર્મીઓને બંધક બનાવવામાં આવ્યા હતા. માચા પોઈન્ટ પર કાદવવાફ્રા રસ્તામાં બે પોલીસ મોબાઈલ વાન ફસાઈ જતાં આ ઘટના બની હતી. પંજાબ પોલીસના પ્રવક્તાએ કહ્યું કે ઘટના બાદ મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થફ્રે પહોંચી અને ઘાયલોને રહીમ યાર ખાનની શેખ જાયદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ ઘટનાની કડક નોંધ લેતા, પંજાબના મુખ્ય પ્રધાન મરિયમ નવાઝે આઈજી પોલીસ ડૉ. ઉસ્માન અનવરને ઘટનાસ્થફ્રે પહોંચવા અને ડાકુઓ દ્વારા બંધક બનાવેલા પોલીસકર્મીઓને પરત મેફ્રવવા માટે ઓપરેશન શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે આવા જિલ્લાઓના ઉબડખાબડ વિસ્તારો (પરા)માં ગુનેગારોનું શાસન સહન કરવામાં આવશે નહીં.
Recent Comments