fbpx
ગુજરાત

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો નર્મદા નદી પરનો પુલ બનીને તૈયાર

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર ગુજરાત રાજ્યમાં નર્મદા નદી પરથી પસાર થશે. મધ્ય ભારતમાંથી પસાર થતી “મધ્ય પ્રદેશ અને ગુજરાતની જીવનરેખા” તરીકે ઓળખાતી નર્મદા નદી સાંસ્કૃતિક અને ભૌગોલિક એમ બંને રીતે ખૂબ જ મહત્વની છે. આ નદી જળ સંસાધનો, કૃષિ, પીવાના પાણી અને જળવિદ્યુતને ટેકો આપવા માટે નિર્ણાયક છે. આધ્યાત્મ, ઇતિહાસ અને આર્થિક મહત્વનાં મિશ્રણ સાથે નર્મદા નદી આજે પણ લાખો લોકોના જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. ભારતનો ત્રીજાે સૌથી ઊંચો કોંક્રિટ ડેમ – સરદાર સરોવર ડેમ પણ આ નદી પર આવેલો છે જેની લંબાઈ ૧૨૧૦ મીટર (૩૯૭૦ ફૂટ) છે અને ડેમની મહત્તમ ઊંચાઈ સૌથી ઊંડા પાયાના સ્તરથી ૧૬૩ મીટર છે.

ગુજરાતના ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નર્મદા નદી પર ૧.૪ કિલોમીટર લાંબો પુલ (સુરત અને ભરૂચ બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે) નિર્માણાધીન છે. આ પ્રોજેક્ટના ગુજરાત હિસ્સાનો આ સૌથી લાંબો નદીનો પુલ છે. પુલ વેલ ફાઉન્ડેશન પર બનાવવામાં આવી રહ્યો છે. વેલ ફાઉન્ડેશન એ એક પ્રકારનો ઊંડો પાયો છે જે નદીઓમાં સ્થિત હોય છે જેનો ઉપયોગ પુલ જેવા ભારે માળખાને ટેકો આપવા માટે થાય છે. તેમાં એક ખોખલું, નળાકાર માળખું હોય છે, જે સ્થિરતા અને લોડ-બેરિંગ ક્ષમતા પૂરી પાડવા માટે ઇચ્છિત ઊંડાઈ સુધી જમીનમાં ડૂબી જાય છે.

વેલ ફાઉન્ડેશન એ વિશાળ નદીઓ પર રેલવે, ધોરીમાર્ગો, પુલો/વાયડક્ટ્‌સ માટેના સૌથી જૂના અને સૌથી અસરકારક પાયાના પ્રકારોમાંનો એક છે. આ પદ્ધતિનો ઉપયોગ ઘણીવાર ઊંડા અને અસ્થિર નદીના પથારીવાળા વિસ્તારોમાં કરવામાં આવે છે જ્યાં અન્ય પાયાના પ્રકારો શક્ય નથી. નર્મદા એચએસઆર પુલમાં ૨૫ નંગ વેલ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. ૫ નંગ વેલ ૭૦ મીટરથી વધુ ઊંડા છે અને નર્મદા નદીમાં સૌથી ઊંડો વેલ ફાઉન્ડેશન (વેલના સ્થાપક સ્તર સુધી વેલ કેપ ટોપ) ૭૭.૧૧ મીટર છે, અને નદીમાં અન્ય વેલના પાયાઓની ઊંડાઈ આશરે ૬૦ મીટર છે. ૪ નંગ વેલ ફાઉન્ડેશન્સ કુતુબ મિનારની ઊંધી ઊંચાઈને વટાવી જશે,

જે ભારતના સૌથી ઊંચા બાંધકામોમાંનું એક છે (કુતુબ મિનારની ઊંચાઈ ૭૨.૫ મીટર છે. સુસ્થાપિત માળખા સાથે સંકળાયેલો મુખ્ય પડકાર એ છે કે ભરતીના મોજાઓ, નદીના ઊંચા પ્રવાહ અને ડૂબતા સ્તરે જમીનની સ્થિતિ જેવા કુદરતી બળોને કારણે લાંબા ગાળાની ડૂબવાની પ્રક્રિયા દરમિયાન વેલનો ” ઝુકાવ” અને “સ્થળાંતર” કરવું છે. સપ્ટેમ્બર ૨૦૨૩ માં ચોમાસાની ઋતુ અને પૂરની પરિસ્થિતિ દરમિયાન શકિતશાળી નદી નર્મદા ઉપર પુલના નિર્માણને પ્રતિકૂળ અસર થઈ હતી. સરદાર સરોવર ડેમમાંથી પાણીનો મોટો જથ્થો (અંદાજે ૧૮ લાખ ક્યુસેક) છોડવામાં આવ્યો હતો, જેના પરિણામે કામચલાઉ સ્ટીલના પુલને નુકસાન થયું હતું,

જેના પરિણામે બાંધકામની જગ્યા ઉપર ઓન-સાઇટ હેવી ડ્યુટી ક્રેન ડૂબી ગઈ હતી અને તેમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે વર્ક-ફ્રન્ટ્‌સ દુર્ગમ બન્યા હતા અને ઇલેક્ટ્રિકલ જાેડાણમાં ખલેલ પહોંચી હતી. આ પડકારો છતાં, સાઇટ ઇજનેરોએ કામગીરીને પુનઃસ્થાપિત કરવા માટે રાત-દિવસ અથાક મહેનત કરી હતી. વેલના ડૂબી જવા પર સતત નજર રાખવા માટે વધારાની ટીમોને એકત્રિત કરવામાં આવી હતી. જેક-ડાઉન પદ્ધતિના ઉપયોગ સાથે, ઝુકાવ અને સ્થળાંતરના મુદ્દાઓને સમયસર સારી રીતે સંબોધવામાં આવ્યા હતા. ઝીણવટભર્યું આયોજન અને સમર્પિત ઓન-સાઇટ ટીમ સાથે પુલના કામમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે અને ૨૫ વેલમાંથી ૧૯ ફાઉન્ડેશન પૂર્ણ થયા છે. સુપરસ્ટ્રક્ચરના નિર્માણનું કામ પણ શરૂ થઈ ગયું છે. આ પ્રોજેક્ટમાં કુલ ૨૪ નદી પુલ છે,

જેમાંથી ૨૦ ગુજરાતમાં અને ૪ મહારાષ્ટ્રમાં છે. ગુજરાતના ૨૦ પુલ પૈકી દસ (૧૦) નદીઓ પર કાર્ય પૂર્ણ થયું છેઃ પાર (૩૨૦ મીટર) વલસાડ જિલ્લો, પૂર્ણા (૩૬૦ મીટર) નવસારી જિલ્લો, મિંઢોળા (૨૪૦ મીટર) નવસારી જિલ્લો, અંબિકા (૨૦૦ મીટર) નવસારી જિલ્લો, ઔરંગા (૩૨૦ મીટર) વલસાડ જિલ્લો, વેંગા (૨૦૦ મીટર) નવસારી જિલ્લો, મોહર (૧૬૦ મીટર) ખેડા જિલ્લો, ધાધર (૧૨૦ મીટર) વડોદરા જિલ્લો, કોલાક નદી (૧૬૦ મીટર) વલસાડ જિલ્લો અને વાત્રક (૨૮૦ મીટર) વલસાડ જિલ્લો, વલસાડ જિલ્લો અને વાત્રક (૨૮૦ મીટર) ખેડા જિલ્લો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/