ગાંધીનગરનાં દહેગામમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૫ ઝડપાયા પોલીસે ૧૮ હજાર ૮૩૦ રોકડ સહીતનો મુદ્દામાલ કબ્જે કર્યો

દહેગામની ઝાંક જીઆઈડીસીમાં આવેલ શ્રી શક્તિ એન્જીનીયરીંગ કંપની ખાતે ધમધમતા જુગાર ધામ ઉપર દહેગામ પોલીસે ત્રાટકીને ૧૫ જુગારીઓને માત્ર ૧૮ હજાર ૮૩૦ રોકડ સહીતના મુદ્દામાલ સાથે જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દહેગામ પોલીસ પોલીસને બાતમી મળી હતી કે, ઝાંક જીઆઈડીસીમાં આવેલ શ્રી શક્તિ એન્જીનીયરીંગ કંપની ખાતે મોટાપાયે જુગાર ધામ ધમધમી રહ્યું છે.
જેનાં પગલે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા કંપનીના શેડ નીચે કેટલાક ઈસમો લાઈટના અજવાળે જુગારની બાઝી માંડીને બેઠેલા જાેવા મળ્યા હતા. જે તમામ જુગારીઓને જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે પૂછતાંછ કરતાં કંપની માલીક શ્રાવણ મહિનો ચાલતો હોવાથી પુજા પાઠ કરતા હોવાથી હાજર નહીં હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં જુગાર રમતા ઈસમોની પૂછતાંછમાં તેમણે પોતાના નામ કિ રીટભાઈ રમણીકલાલ ઉપાધ્યાય (કંપની મેનેજર, રહે. ગોકુળ ગેલેલી, કઠવાડા, અમદાવાદ), રૂચિક વિમલકુમાર ઉપાધ્યાય(રહે. સુમતિનાથ સોસાયટી નરોડા), હિનેશ હસમુખભાઈ રાવલ (રહે. ચાંદખેડા હાઉસીંગ બોર્ડ), વિજય રાયસિંહ ઝાલા (રહે. એ-૧૧૦, કલ્યાણનગર, હીશવાડી સામે, મેમ્કો) આરિફમીયા કાલુમીયા ખોખર (રહે. ધારીસણા), ભાર્ગવભાઈ રજનીકાંતભાઈ જાેશી (રહે. ગોકુળ ગેલેક્ષી, કઠવાડા), શૈલેષકુમાર કનુભાઇ પંચાલ (રહે. જીંડવા, ના. દહેગામ) હોવાનું જણાવ્યું હતું.
જ્યારે અન્ય જુગારીઓએ પોતાના નામ રમેશભાઈ અંબાલાલ રાવળ(રહે.કડાદરા, તા.દહેગામ), આશિષભાઇ દામજીભાઈ પરમાર (રહે, લાલકૃષ્ણ એપાર્ટમેન્ટ, નિકોલ), રવિ પ્રવિણભાઈ મહેતા (રહે. લક્ષ્મીવીલા-૨, નવા નરોડા), ખોડાજી લક્ષ્મણજી ઠાકોર (રહે.ખાનપુર, તા.દહેગામ), ભરતસિંહ બચુજી પરમાર (રહે. વટવા, તા. દહેગામ), મહેરાજી લક્ષ્મણજી ઠાકોર( રહે. ખાનપુર, તા.દહેગામ), દિપક બચુજી રાવળ (રહે, ઝાંક, પંચાયત સામે, તા.દહેગામ) તેમજ મનીષ ઈશ્વરભાઈ રાવળ (રહે.કડાદરા, રાવળ વાસ, તા.દહેગામ) હોવાની કબૂલાત કરી હતી. આ તમામ જુગારીઓની પોલીસે ધરપકડ કરી રોકડ રૂ. ૧૯,૮૩૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments