બેઠકમાં 6 ઉમેદવારોના નામ ફાઇનલ, NC સાથે 3 બેઠકો પર કોકડું ગૂંચવાયું કોંગ્રેસ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે (24 ઓગસ્ટ) ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાર્ટીએ અત્યાર સુધી 6 ઉમેદવારોના નામ ફાઈનલ કર્યા છે. નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનના એક દિવસ બાદ શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. આમાં પેનલે 9 નામોની ચર્ચા કરી હતી, જેમાંથી 6ને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પણ હાજરી આપી હતી. કોંગ્રેસે પ્રથમ તબક્કામાં ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના નામોને મંજૂરી આપી દીધી છે. જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ત્રણ તબક્કામાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે યોજાવાની છે. અત્યાર સુધીમાં પ્રથમ તબક્કામાં 24 બેઠકો માટે 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.
NC-કોંગ્રેસ ગઠબંધન વચ્ચે 3 બેઠકો પર ખેંચતાણ નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે 22 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને તમામ 90 બેઠકો પર ગઠબંધનની જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સ 52 અને કોંગ્રેસ 38 સીટો પર ચૂંટણી લડી શકે છે. હજુ પણ કેટલીક બેઠકોને લઈને બંને પક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ અંગે દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચે ચર્ચા ચાલી રહી છે. બેઠકોની વહેંચણી પર, NC ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કહ્યું- મોટાભાગની બેઠકો પર જોડાણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જ્યારે કેટલીક બેઠકો પર સમજૂતી થવાની બાકી છે. બંને પક્ષો કેટલીક બેઠકો પર અડગ છે. બેઠકની વહેંચણીને લઈને આજે અંતિમ તબક્કાની બેઠક યોજાશે.
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં કેન્દ્ર સરકાર સુરક્ષા પુરી પાડી રહી છે જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પીકે પોલે શનિવારે જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલય રાજ્યમાં ચૂંટણી યોજવા માટે સુરક્ષા પ્રદાન કરી રહ્યું છે. રાજકીય પક્ષ, ઉમેદવારો, રિટર્નિંગ ઓફિસર અને સ્ટ્રોંગ રૂમ માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. અમે રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવા માટે તૈયાર છીએ. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે bચૂંટણી પંચે 16 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. રાજ્યમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. અહીં કુલ 90 વિધાનસભા બેઠકો છે. બહુમતીનો આંકડો 46 છે.
જમ્મુ અને કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો જમ્મુ અને કાશ્મીર સીમાંકન આયોગે 5 મે 2022ના રોજ પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. રિપોર્ટ અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં 90 વિધાનસભા બેઠકો અને 5 સંસદીય બેઠકો એટલે કે લોકસભાની બેઠકો હશે. વિભાજનના દૃષ્ટિકોણથી, જમ્મુ વિભાગને 6 બેઠકો વધારીને 43 વિધાનસભા બેઠકો કરવામાં આવી છે અને કાશ્મીર ઘાટીમાં 1 બેઠક ઉમેરીને 47 બેઠકો કરવામાં આવી છે.



















Recent Comments