કુંકાવાવ પૂર્વ સાંસદ ઠુંમર ની અધ્યક્ષતા માં કુભકો ડીલર કોન્સફરન્સ યોજાય
અમરેલી કુકાવાવ મુકામે કુકાવાવ તાલુકા સહકારી સહકારી ખરીદ વેચાણ સંઘ માં કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને કુભકો ના સંયુક્ત ઉપક્રમે સેવા સહકારી મંડળીઓ ની મીટીંગ જમીન વિકાસ બેંક અમરેલીના ચેરમેન અને માજી સાંસદ વીરજીભાઈ ના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ જેમાં ઉપસ્થિત વીરજીભાઈ ઠુંમર સંઘના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા નાયબ ખેતીવાડી અધિકારી પીપળીયા સાહેબ વનરાજભાઈ કુંભકોના ડેલિગેટો કાંતિભાઈ સતાસિયા ભીમજીભાઇ બોઘરા રાજેશભાઈ ગાજીપરા કેમ એમ વેગડા સ્ટેટ મેનેજર કાછડીયા ભાઈ ચીફ એરીયા મેનેજર ઘેટિયા ભાઈ ગુજ્કો મસોલમાથી કિકાણીભાઈ સંઘના ડાયરેક્ટરો લાખાભાઈ પદમાણી વિનુભાઈ વેગડ પ્રાગજીભાઈ કાછડીયા મનીષભાઈ ભેસાણીયા કુકાવાવ બગસરા તાલુકામાંથી સહકારી મંડળીઓના પ્રમુખ મંત્રીઓ અને વ્યવસ્થા કમિટીઓ હાજર રહે જેમા વિરજીભાઈ ઠુંમર પીપળીયા સાહેબ ઘેટીયાભાઈ વેગડા ભાઈ અને રવજીભાઈ પાનસુરીયા એ ભારપૂર્વક જણાવેલ કે સહકારી સંસ્થા જ ખેડૂતોની ચિંતા કરતી હોય જેથી સહકારી સંસ્થા માથી ખાતર બિયારણ અને દવા ખરીદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ અને તેમાથી ખરીદી કરવી જોઈએ જેથી ખેડૂતો છેતરાય નહીં અને સારી ગુણવત્તાના બિયારણ અને ખાતર મળે સહકારી સંસ્થાઓ નફો કરે તો ડિવિડન આપે અને ખેડૂતોને ફાયદો થાય એવી સ્કીમો લાવે વિરજીભાઈઠુમરે ખેડૂતો બિનજરૂરી ખાતર વાવવાનુ ન કરે અને ઓછા ખર્ચે ખેતી કરે તેવુ ભારપૂર્વક જણાવેલ હતુ એમ સંઘના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા એ જણાવ્યું
Recent Comments