fbpx
અમરેલી

ઠાકોરદ્વારા ચાવંડ સમસ્ત માલધારી સમાજ આયોજિત. વિદ્યાર્થી સન્માન સમારોહમાં તેજસ્વી છાત્રોનું મહાનુભવોના વરદહસ્તે વિશિષ્ટ અભિવાદન

દામનગર ચાવંડ ઠાકોરદ્વારા ખાતે જન્માષ્ટમી ના પાવન પર્વ એ સમસ્ત માલધારી સમાજ આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ માં આસોદર  પ્રાથમિક શાળાનું ગૌરવ માલધારી ભરવાડ સમાજ ના છાત્રો નું વિશિષ્ટ અભિવાદન જન્માષ્ટમીના પાવનપવેં ચાવંડ મુકામે યોજાયેલ ભરવાડ સમાજના અગ્રગણ્ય વડીલો આગેવાન કાર્યકર્તા ઓ અમરેલી સાંસદ ભરતભાઈ સુતરીયા પરશોતમભાઈ રૂપાલા જનકભાઈ તળાવીયા તથા ઉપસ્થિત સવેઁ મહાનુભાવોની હાજરીમાં ભરવાડ સમાજના બાળકો એ ધોરણ ૧૦ કે ૧૨ માં કે અન્ય ક્ષેત્રે મેળવેલ વિશિષ્ટ સિદ્ધિઓ બદલ સન્માનિત કરવામાં આવેલ જે અન્વયે શ્રી આંસોદર પ્રાથમિક  શાળાના ધોરણ ૮ ના રૂપેશ જાલાભાઈ જોગરાણા તથા ભાવેશ લાલાભાઈ જોગરાણા ને મહાનુભાવોના વરદહસ્તે સન્માનિત  કરેલ.આ બન્ને બાળકો રાજ્ય કક્ષાએ યોજાયેલ ઈકો ફેર માં ભાગ લીધેલ.જયા રાજ્ય માંથી ૨૨ શાળાઓ એ ભાગ લીધેલ, જેમા ટોપ ૧૦ માં સ્થાન મેળવેલ.જેમને રાજ્ય  સરકારશ્રી તરફથી પણ બન્ને બાળક ને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરેલ.આ તકે ચાવંડ મુકામે જન્માષ્ટમીના પાવન પર્વે યોજાયેલ સન્માનિત કાર્યક્રમમાં ઉપસ્થિત  મહાનુભાવો, આયોજકો સર્વેનો આભાર  વ્યક્ત કરવામાં આવે છે.

Follow Me:

Related Posts