વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અટલ મશીન અર્બન અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ₹5 કરોડના ખર્ચે મહુવા રોડથી જેસરરોડ બાયપાસ પર અમૃત સરોવર આકાર લઈ રહ્યું છે ત્યારે સારા વરસાદના કારણે અમૃત સરોવરમા નવા નીર આવતા ધારાસભ્ય કસવાલાએ નગરપાલીકાની ટીમ તથા સંગઠનને સાથે રાખી આ નવા નીરના વધામણા કર્યા હતા. ધારાસભ્ય કસવાલાએ જણાવ્યુ કે આ સરોવર આવનારા ભવિષ્ય માટે સાવરકુંડલાનું નવું માઈલસ્ટોન બનશે. આ તકે સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અમરેલી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શરદભાઈ પંડ્યા, શહેર ભાજપ મહામંત્રી રાજુભાઈ નાગ્રેચા, પરાગભાઈ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખશ્રી મેહુલભાઈ ત્રિવેદી તથા નગરપાલીકા ચિફઓફીસર એચ.પી બોરડ સાથે રહ્યા હતા તેમ અટલધારા કાર્યાલય ઈન્ચાર્જ જે.પી.હિરપરાની અખબારી યાદીમા જણાવાયુ હતુ.
સાવરકુંડલા ખાતે રૂપિયા પાંચ કરોડના ખર્ચે નવ નિર્માણ પામી રહેલ અમૃત સરોવર ની મુલાકાત લેતા ધારાસભ્ય મહેશભાઈ કસવાલા

Recent Comments