fbpx
ભાવનગર

ભાવનગરનો કાળુભાર ડેમ 100 ટકા ભરાતા નિચાણવાળા ગામોને હાઈ એલર્ટ

ભાવનગરનો કાળુભાર સિંચાઇ યોજના અંતર્ગત કાળુભાર ડેમ 100% ભરાતા વલભીપુર, ઉમરાળા અને ગઢડા તાલુકાના અસરગ્રસ્ત ગામોને હાઇ એલર્ટ કરવામાં આવ્યા છે. કાળુભાર ડેમ તા. 27 ઓગસ્ટના સાંજે ચાર વાગ્યે 100 ટકા ભરાઈ જતા વલભીપુર તાલુકાનું રાજસ્થળી, ઉમરાળા તાલુકાનું ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાળા, ઉમરાળા, વાંગધ્રા ચોગઠ તેમજ બોટાદના ગઢડા તાલુકાનું ગઢાળી અને રાજપીપળા ગામોને હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં તથા નદીના પટમાં કે કાંઠા વિસ્તારોમાં કોઈ અવર-જવર નહીં કરવા નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના ની યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts