ગુજરાત

ગાંધીનગરમાં સાબરમતી નદી કિનારે લોકો મૂર્તિઓ પધરાવવા  ઉમટ્યાં

સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના અનેક જીલ્લાઓને મેઘરાજા રીતસરના ઘમરોળી રહ્યા છે. આખાએ ગુજરાતમાં અતિભારે વરસાદને કારણે જનજીવન ખૂબ પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે અનેક જીલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે અને તંત્રને સતર્ક રહેવાની સૂચના પણ આપી છે, સાથો સાથ તંત્રએ નાગરિકોને સાવચેત રહવા જણાવ્યું છે. છતા પણ ગાંધીનગરમાં કેટલાક નાગરિકોમાં બેજવાબદારીપણૂ જોવા મળ્યું છે. ભારે વરસાદના પગલે નદી કિનારે ન જવા તંત્ર દ્વારા નાગરિકોને સુચના આપ્યા પછી પણ ગાંધીનગરના કેટલાક લોકોમાં બેજવાબદારી જોવા મળી હતી. ગાંધીનગરમાંથી પસાર થતી સાબરમતી નદી કિનારે મૂર્તિઓ પધરાવવા લોકો ઉમટ્યાં હતાં. જિલ્લા કલેકટર દ્વારા સુચના પછી પણ આદેશનું ઉલ્લંધન કરતા લોકો નજરે પડ્યા હતાં. નદીમાં પાણીની ભારે આવક વચ્ચે પણ લોકો નદી કિનારે મજાક મસ્તી કરતા નજરે પડ્યા હતા છે.

Related Posts