ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા 23 વૃક્ષો હટાવી જિલ્લાના વિવિધ માર્ગ ખુલ્લા કરાયાં
જિલ્લામાં ગત ત્રણ દિવસથી ભારે પવન સાથે અવિરત વરસાદ વરસી રહ્યો છે. ભારે પવન ફૂંકાવાના કારણે અનેક સ્થળોએ વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની હતી. જોકે, માર્ગ અને મકાન વિભાગે દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી દાખવતાં તમામ સ્થળો પર વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.વરસાદના કારણે જિલ્લામાં પ્રવર્તમાન પરીસ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગ પણ એલર્ટ મોડ પર કામગીરી કરી રહ્યું છે. ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગત બે દિવસમાં પાંચ અને અત્યાર સુધીમાં 23 વૃક્ષો હટાવી જિલ્લાના વિવિધ માર્ગો ખુલ્લા કરાવવામાં આવ્યાં છે.ભારે પવન સાથે વરસાદ વરસવાના કારણે કોડિનાર-ધારી-અમરેલી રોડ, છાત્રોડા-પીપળવા રોડ, જેપુર-રમરેચી રોડ, તાલાલા-રમરેચી, જેપુર-ધણેજ રોડ, તાલાલા-માલજીંજવા રોડ, ચમોડા રોડ, ઉના-તુલસીશ્યામ રોડ વગેરે સ્થળોએ વગેરે સ્થળોએ મહાકાય વૃક્ષ જમીનદોસ્ત થવાના પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો.આ સ્થિતિમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા સત્વરે કામગીરી દાખવતા જેસીબી સહિત મશીનરી દ્વારા જિલ્લાના અસરગસ્ત રસ્તાઓ પરથી યુદ્ધના ધોરણે જમીન પર પડેલા વૃક્ષો દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત્ કરાવવામાં આવ્યો હતો.
Recent Comments