fbpx
અમરેલી

લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા ખાતે SRK પરિવાર ના મોભી ગોવિદભાઈ ધોળકિયા પરિવારે નવી મેડિકલ વાન ને લીલી ઝંડી અપાય

લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા ખાતે એસ આર કે પરિવાર ના મોભી રાજ્ય સભા સાંસદ ગોવિદભાઈ ધોળકિયા પરિવાર ની ઉપસ્થિતિ માં નવી મેડિકલ વાન ને લીલી ઝંડી અપાય હતી સમગ્ર લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વેરાન વગડા ઓ ભડીયા ખેતી વાડી વિસ્તારો માં સતત ભ્રમણ કરી આ વિસ્તાર ના ગરીબ ગુરબા અતિથિ અભ્યાગતો દર્દી નારાયણો ને નિરામય આરોગ્ય પ્રદાન કરતી ફરતા દવાખાના તરીકે સુવિખ્યાત મેડિકલ વાન ની બેનમૂન સેવા નો પ્રારંભ ગોવિદભાઈ ધોળકિયા ની દુરંદેશી એ વર્ષો પહેલા પ્રારંભયેલ અને ખૂબ ઉપીયોગી ફરતી મેડિકલ સેવા સમગ્ર લાઠી તાલુકા ના અસંખ્ય ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં અવાર નવાર આરોગ્ય સેવા પ્રદાન કરતી જોવા મળે છે આ મેડીકલ વાન વધુ નવી સુવિધા થી સુસજ્જ કરી પુનઃ આરોગ્ય સેવા માં પૂર્વવત કરતા એસ આર કે પરિવાર દ્વારા લાઠી આરોગ્ય ધામ સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા ખાતે સમસ્ત એસ આર કે પરિવાર ની ઉપસ્થિતિ માં લીલી ઝંડી આપી લોક કલ્યાણ માં પ્રસ્થાન કરાય હતી

Follow Me:

Related Posts