ભાવનગર શિશુવિહાર સંસ્થામાં ‘સુખ અને આનંદ’ પરિસંવાદ
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં શનિવારે ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ યોજાશે. વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા દ્વારા આયોજન થયેલું છે. સુખ અને આનંદ વિષયક સ્વનુભાવોની પ્રસ્તુતિ માટે વિશ્વવાત્સલ માનવસેવા સંસ્થા બગસરા દ્વારા ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં થયેલ આ પરિસંવાદમાં વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી નિર્મોહીબેન ભટ્ટ, શ્રી જયેશભાઈ દવે, શ્રી મહેકભાઈ મહેતા, શ્રી ઈન્દ્રભાઈ ગઢવી, શ્રી રવીન્દ્રસિંહ સરવૈયા તથા શ્રી અનામિકભાઈ શાહ પોતાની વાત કરશે. સમાપન ઉદ્બોધન શ્રી વિશાલભાઈ ભાદાણી કરનાર છે. આગામી શનિવાર તા. ૩૧નાં ‘સુખ અને આનંદ’ વિષયક પરિસંવાદ સાથે મનવજ્યોત સંસ્થા મુંબઈ દ્વારા પ્રકાશિત ‘ગુજરાતનાં વૃદ્ધાશ્રમો’ માર્ગદર્શિકાનું વિમોચન થશે. આ પ્રસંગે ‘યાત્રા : સુખ અને આનંદની’નાં લેખક શ્રી પ્રવિણચંદ્ર ઠક્કર તથા શ્રી શ્વેતાબહેન જોષી સાથે શિશુવિહાર સંસ્થાનાં મંત્રી શ્રી નાનકભાઈ ભટ્ટની ઉપસ્થિતિ રહેશે. વિશ્વવાત્સલ્ય માનવસેવા સંસ્થાનાં શ્રી દેવચંદભાઈ સાવલિયા સાથે શ્રી મહેન્દ્ર ભાઈ પાથર અને કાર્યકર્તાઓ સંકલનમાં રહ્યાં છે.
Recent Comments