fbpx
રાષ્ટ્રીય

દેશના અનેક રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી, હજુ પણ ભારે વરસાદનીIMDની આગાહી

જુલાઈ બાદ ઓગસ્ટમાં પણ હવામાન ખાતાની આગાહી પ્રમાણે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. પહાડોથી લઈને મેદાની પ્રદેશોમાં આકાશમાંથી અનરાધાર પાણી વરસ્યું. જેના કારણે લોકોના હાલ બેહાલ થઈ ગયા. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે ઓગસ્ટમાં ૧૧૦ ટકા જેટલો વરસાદ વરસશે. અને હાલ જે પ્રમાણે દેશમાં વરસાદ વરસી રહ્યો છે તેણે તે આગાહીને સાચી ઠેરવી દીધી છે. પહાડો પર રહેવું કેમ ખતરાથી ખાલી નથી. જમ્મુ કાશ્મીરના રામબન વિસ્તારના રાજગઢમાં વાદળ ફાટતાં સાત લોકો તણાઈ ગયા. જેમાં ૩ લોકોનાં મૃતદેહ મળ્યા. જ્યારે ૪ લોકો હજુ પણ લાપતા છે. વાદળ ફાટતાં રસ્તા પર માટી અને નાના-મોટા પથ્થરોનો કાટમાળ જાેવા મળ્યો. અનેક મકાનોને પણ ભારે નુકસાન થયું છે. તો જમીનનો મોટો ભાગ પણ પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયો છે.

ભારે વરસાદે ઉત્તરાખંડમાં ફરી એકવખત કોહરામ મચાવ્યો છે. જેમાં મસૂરીથી કેમ્પ્ટી જવાનો રસ્તો ખરાબ રીતે તૂટી ગયો કે વાહનચાલકો જીવના જાેખમે રસ્તો પસાર કરી રહેલા જાેવા મળ્યા. ઉત્તર પ્રદેશની ધાર્મિક નગરી અયોધ્યાના ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે સરયુ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી. જેના કારણે સ્થાનિક પ્રશાસને નદીકાંઠાના લોકોને એલર્ટ કરી દીધા છે. ગુજરાતમાં પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી. સૌરાષ્ટ્રના જામનગરમાં રસ્તા પર, સોસાયટીમાં, લોકોના ઘરમાં, દુકાનોમાં, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જાેવા મળ્યુ છે.

જેના કારણે લોકોની મુશ્કેલીમાં સૌથી મોટો વધારો થયો છે. અનરાધાર વરસાદના કારણે દ્વારકા-જામનગર હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર ખેતરોના પાણી ફરી વળ્યા, જેના કારણે અહીંયા નદી વહેતી હોય તેવા દ્રશ્યો જાેવા મળ્યા. રસ્તા પર જળબંબાકાર સર્જાતાં સેંકડો લોકો રસ્તામાં અટવાઈ ગયા છે. વરસાદની ધમાકેદાર બેટિંગની વચ્ચે હવામાન વિભાગે હજુ ભારેથી અતિભારે વરસાદની આગાહી અનેક રાજ્યોમાં કરી છે. જેણે લોકોની ચિંતા વધારી દીધી છે.

Follow Me:

Related Posts