હિન્દૂ ધર્મ સદશાસ્ત્ર પ્રકાશન સંસ્થાન ગીતાપ્રેસ ના ધાર્મિક પુસ્તકો ની વિદેશો માં અંગ્રેજી સંસ્કરણ ની વધતી માંગ
ઉત્તરપ્રદેશ.ગોરખપુર ગીતા પ્રેસના અંગ્રેજી સંસ્કરણોની માંગણી વધી સનાતન ધર્મ સંપૂર્ણ વિશ્વમાં લોકપ્રિય થઈ રહ્યો છે. લોકો તેને ઊંડાણથી સમજવા માગે છે. આ કારણે જ વિદેશોમાં ગીતા પ્રેસની ધાર્મિક પુસ્તકોનાં અંગ્રેજી સંસ્કરણની માંગ વધી રહી છે. ગીતાપ્રેસ ૩ મે, ૧૯૨૩થી ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરી રહ્યું છે.આમાં શ્રીમદ્ ભગવત ગીતા સિવાય શિવપુરાણ, રામચરિત માનસ સહિત અનેક પુસ્તકો છે જેનું હિન્દી પ્રકાશન સૌથી વધારે છે. પરંતુ છેલ્લાં કેટલાંય વર્ષોથી આ પુસ્તકોનું અંગ્રેજી પ્રકાશન અને તેની માંગ વધી રહી છે. વાંચકોના આ વલણને જોતાં ગીતા પ્રેસ હવે વિદેશોમાં હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડના અંગ્રેજી સંસ્કરણની લગભગ ૫૦ હજાર નકલો દર મહિને મોકલી રહ્યું છે. યાદ રહે કે ગીતા પ્રેસ ૧૫ ભાષાઓમાં ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરે છે. પ્રેસ મૅનેજર શ્રી લાલમણી તિવારી જણાવે છે કે હિન્દીમાં છપાયેલી ચોપાઈ ઉપર એને અંગ્રેજીમાં પણ લખવામાં આવે છે.
આથી આ પુસ્તકોને હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં સરળતાથી વાંચી શકાય છે. શ્રદ્ધાળુઓની માંગણી પર વિભિન્ન ભાષાઓમાં પુસ્તકો પૂરાં પાડવામાં આવે છે. ગીતા પ્રેસનાં પુસ્તકો ઘણાં જ સસ્તાં હોય છે. હનુમાન ચાલીસાની કિંમત આઠ રૂપિયા તો સુંદરકાંડની કિંમત માત્ર ૩૦ રૂપિયા જ છે. મૅનેજરશ્રીના જણાવ્યા પ્રમાણે આ વર્ષે અયોધ્યામાં રામનિર્માણ અને પ્રાણપ્રતિષ્ઠા પછી આવા પુસ્તકોની માંગણી વધી છે. આ પુસ્તકોની માંગણી વધવાથી અને ગીતા પ્રેસમાં જાપાની મશીન આવવાથી હવે જલ્દીથી આર્ટ પેપર પર નવું પ્રકાશન છાપી શકાય છે.અત્યંત ગૌરવ ની વાત છે કે હિન્દૂ ધર્મ પ્રચાર માટે અનેક દેવ ચરિત્ર આદર્શ મહા પુરુષો ભગવાન ની બાળ લીલા સતી રત્નો સંતો ના જીવન કવન તાદ્રશ્ય કરાવતા ગીતાપ્રેસ ના પ્રકાશન ની દેશ અને હવે વિદેશો માં પણ માંગ વધી ધાર્મિક પુસ્તકો માટે એક ૧૦૦ વર્ષ કરતા જૂની સાહિત્ય સંસ્થા નું પુસ્તક ક્વોલિટી બધું ઉત્તમ હોય છે ઉપરાંત અન્ય કરતા સસ્તું પણ હોય છે વારે તહેવારે પ્રસંગો માં ગીતાપ્રેસ ના ધાર્મિક પુસ્તકો ખૂબ ભેટ રૂપે ઓન અપાય લોકો આપતા થયા છે
Recent Comments