fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઇ

 નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ “આપણું ગુજરાત, ટીબી મુક્ત ગુજરાત”  અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને, જિલ્લા ટીબી નિવારણ ફોરમની બેઠક યોજાઈ હતી.બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ, જિલ્લામાં નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત ટીબી દર્દીઓનું સ્ક્રિનીંગ, તપાસ અને સારવાર સહિતની કામગીરી કરવામાં આવે છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૭૦ થી વધુ ગ્રામ પંચાયતો ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે જાહેર થઇ છે.જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ ટીબીના એક્ટિવ કેસ ફાઈન્ડિંગ, નિયમિત સ્ક્રિનીંગ અને નોટિફિકેશન પર ઘટતું થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને દિશાનિર્દેશ આપ્યા હતા.બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ટીબી નિવારણ ફોરમના સભ્યશ્રીઓ, સંબંધિત અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts