અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત રસ્તાનું મરામત કાર્ય પૂરજોશમાં
અમરેલી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા સસ્તાનું મરામત કાર્ય તંત્ર દ્વારા પૂરજોશમાં શરુ છે. જિલ્લાના ચાવંડ-લાઠી, બાબરા – ખંભાળા અને બાબરા-વાસાવડને જોડતા માર્ગનું મેટલિંગથી પેચવર્ક કરવામાં આવી રહ્યું છે, જે કામગીરી પૂર્ણતાને આરે છે. આ ઉપરાંત ખંભાળા- કોટડા પીઠા રોડ – થોરખાણ, લાઠી – દામનગર, ટોડા- ઝરખીયા – અડતાળા – ખીજડીયા – શેડુભાર રોડ, અને ઢસા-દામનગર-ગારિયાધાર રોડ પર પેચવર્કની કામગીરી ગણતરીના દિવસોમાં પૂર્ણ કરવામાં આવશે. આમ, અમરેલી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ, રાજ્ય અને પંચાયત દ્વારા માર્ગોના મરામત માટે ઝડપભેર કામગીરી કરવામાં આવી રહી છે.
Recent Comments