અમદાવાદમાં સરકારી નોકરીની લાલચ આપીને સાથે ૨૦ લાખથી વધુની છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો
શહેરના નરોડા વિસ્તારમાં અનેક લોકોને નોકરીની લાલચ આપીને ૨૦ લાખથી વધુ રકમની છેતરપિંડી કરનારા શખ્સ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરવામાં આવી છે. જેમાં આરોપીએ પોતે નાયબ મામલતદાર હોવાની ઓળખ આપીને તથા ગાંધીનગરમાં અનેક સચિવો સાથે ઓળખ હોવાથી નોકરી અપાવશે કહીને ઠગાઈ કરી હતી. હાલમાં નરોડા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. આ અંગે નરોડા હંસપુરામાં રહેતા અરવિંદભાઈ વી વણકરે દાહોદના રાછરડા ખાતે પહેતા વિપુલ છગનભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી છે. અરવિંદભાઈએ નરોડા પોલીસ સ્ટેશનમાં કરેલી અરજી મુજબ તેમની ઓળખ ૨૦૧૮ માં વિપુલ મકવાણા સાથે થઈ હતી. વિપુલે પોતે નાયબ મામલતદાર હોવાનું કહીને અરવિંદભાઈને તેનું આઈ કાર્ડ પણ બતાવ્યું હતું. તે સિવાય તે દાહોદ સેવા સદનમાં નોકરી કરતો હોવાનું પણ કહ્યું હતું.
જાે કે આ દરમિયાન અરવિંદભાઈ બે વખત વિપુલ મકવાણાને ગાંધીનગર સર્કિટ હાઉસમાં પણ મળ્યા હતા. ૨૦૧૮માં ઓક્ટોબર મહિનામાં અરવિંદભાઈને ડીવાયએસઓની પરીક્ષા આપવા લુણાવાડા જવાનું હતું. તે સમયે વિપુલ મકવાણા અમદાવાદ આવેલો હતો. ફોન પર બન્ને વચ્ચે વાત થઈ હતી. જેમાં વિપુલે તે પોતાના ઘરે જવાનો હોવાનું કહેતા તેમની કારમાં અરવિંદભાઈ લુણાવાડા જવા નીકળ્યા હતા. તે સમયે વિપુલ મકવાણાએ તેને કેટલાક સચિવો સાથે ઉંચી ઓળખાણ છે અને તમારે તથા તમારા મિત્રોને નોકરીની જરૂર હોય તો જણાવજાે એમ કહ્યું હતું.અરવિંદભાઈને વિશ્વાસ બેસતા તેમણે અને તેમના ઓળખીતાઓએ નોકરી માટે અલગ અલગ વખતે ૨૦ લાખ રૂપિયાથી વધુ રકમ વિપુલ મકવાણાને આપી હતી.
જાેકે બાદમાં ગૌણ સેવા પસંદગીનું રિઝલ્ટ પણ આવી ગયું હતું. પરંતુ અરવિંદભાઈ અને તેમના ઓળખીતાઓના નામ ન હોવાથી તેમણે વિપુલ મકવાણાને પુછતા તેણે વેઈટીંગ લિસ્ટમાં નામ આવશે કહ્યું હતું. આમ આરોપીએ ફરિયાદી અને તેમના ઓળખીતાઓને બે વર્ષ સુધી અંદારામાં રાખ્યા હતા.
આખરે કંટાળીને અરવિંદભાઈે પેમેન્ટ પરત માંગતા વિપુલ મકવાણાએ ચેક આપ્યા હતા. પરંતુ તમામ ચેક બાઉન્સ થયા હતા. અંતે અરવિંદ વણકરે નરોડા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે તપાસ થાય તે માટે અરજી કરી હતી. જેમાં તેમના છેતરાયેલા બે ઓળખીતા વિજયકુમાર રાઠવા તથા નરેશ પટેલનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો સાથે વિપુલ મકવાણાએ ૨૦ લાખતી વધુની ઠગાઈ કરી હતી. આરોપીએ આ પ્રકારે અનેક લોકો સાથે ઠગાઈ કરી હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.
Recent Comments