બાબરા તાલુકાના રાયપર ગામમાં જયેશભાઇ રાદડિયા પરિવાર સાથે બહારગામ જઇ રહયા હતા ત્યારે નદીના પ્રવાહમાં તેમનાં ધર્મપત્ની તથા પુત્ર તણાયા હતા. અને આ હતભાગી પરિવાર પર આપતીની ઘડી આવી પડી. જયેશભાઇ રાદડિયા પાછળ તેમની ત્રણ-ત્રણ દીકરીઓ માતાપિતા વગરની નિસહાય થઈ ગઈ.ઘણા લોકોએ આ પરિવારને સાંત્વના,હૂંફ આપી. જનપ્રતિનિધિ તરીકે પરીવારની ત્રણ દીકરીઓના અભ્યાસ અને આગળના ભવિષ્યની ચિંતા કરતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ આ વાત સમાજના આગેવાનો વસંતભાઈ ગજેરા અને કાળુભાઇ ભંડેરી સમક્ષ મૂકી અને જરૂરી મદદ કરવા આહવાન કર્યું.જ્યારે જ્યારે જરૂર પડી હોય, સમાજને મુશ્કેલી હોય અને એક અવાજે મદદ કરતા લેઉવા પટેલ સમાજના ભામાંશાઓએ આ વાત ઝીલી લીધી. અને ડાયમન્ડ કિંગ એવા વસંતભાઈ ગજેરાએ ત્રણે દીકરીઓના અભ્યાસ સાથે બે દીકરીઓના લગ્ન સુધીની તમામ જવાબદારી લીધી. જ્યારે એવા જ ભામાંશા દાતા કાળુભાઇ ભંડેરીએ એક દીકરીના લગ્નની જવાબદારી લીધી. આજે રાદડિયા પરિવારને તેમના ઘરે જઈ સાંત્વના સાથે સમાજના આગેવાનોએ ભવિષ્યમાં જરૂર પડે ત્યાં તમામ મદદ કરવાની જવાબદારી લીધી.સમાજના દુઃખને પોતાનું દુઃખ ગણતા કૌશિકભાઈ વેકરિયા, વસંતભાઈ ગજેરા અને કાળુભાઇ ભંડેરીને પ્રણામ સાથે વંદન….
સામાજિક – સંવેદનાસભર “કર્તવ્ય”, સમાજના દુઃખને પોતાનું દુઃખ ગણી લાગણીસભર નિર્ણય કરતા અગ્રણીઓ


















Recent Comments