fbpx
અમરેલી

ધાતરવડી-૦૨ સિંચાઇ યોજનાઃ ૭૦ ટકા ભરાયો

 અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઇ ગામ નજીક ધાતરવડી નદી પર આવેલ ધાતરવડી-૨ જળાશય તા.૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ બપોરે ૧૨ વાગ્યાની સ્થિતિએ ૭૦ ટકા ભરાયો છે. જળાશય તેના ડિઝાઇન સ્ટોરેજના ૭૦ ટકા કરતા વધુ સપાટીએ ભરાયેલો હોવાથી સાવચેત કરવામાં આવે છે. હાલ જળાશયમાં પાણીની આવક શરુ છે તેથી રાજુલા તાલુકાના ખાખબાઇ, હિંડોરણા, છતડિયા, વડ, ભચાદર, ધારાનો નેસ, ઉચૈયા, રામપરા-૨, કોવાયા અને જાફરાબાદ તાલુકાના લોઠપુર સહિતના નીચાણવાળા વિસ્તારમાં ગામ લોકોને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા તેમજ સાવચેત રહેવા સૂચના છે.  જળાશયનું હાલનું લેવલ (મીટર) ૩૩.૬૩, જળાશયની ઉંડાઇ ૧.૭૮ મીટર, જાળશયનો હાલનો જથ્થો ૭.૧૩ એમ.ક્યુમ, જળાશયનો જીવંત જથ્થો ૪.૩૮ એમ.ક્યુમ, હાલમાં પાણીની આવક ૪૪૧ ક્યુસેક અને આઉટફ્લોની વિગત શૂન્ય છે. જળાશયનું ડિઝાઇન સ્ટોરેજ ૧૦.૧૯ છે, તેમ અમરેલી જળસિંચન વિભાગના, અમરેલી ફ્લડસેલ વાયરલેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/