fbpx
રાષ્ટ્રીય

સિંગાપોરમાંPM મોદીનું ભારતીય સમુદાયના લોકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુંભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ જાેઈને પીએમ મોદીએ પોતે ઢોલ વગાડ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ બાદ સિંગાપોર પહોંચ્યા છે. પીએમ મોદી છ વર્ષ બાદ સિંગાપોર પહોંચ્યા છે. તેમની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે સિંગાપોરમાં સરકાર બદલાઈ ગઈ છે અને લોરેન્સ વોંગે વડાપ્રધાન પદ સંભાળ્યું છે. પીએમ મોદીની સિંગાપોર મુલાકાત ભારતની એક્ટ ઈસ્ટ પોલિસી માટે મહત્વપૂર્ણ છે. આ પહેલા પીએમ મોદીએ બ્રુનેઈના વડાપ્રધાન અને સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી જેવા જ સિંગાપુરમાં તેમની હોટલ પહોંચ્યા. ત્યાં હાજર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પીએમએ લોકોને ઓટોગ્રાફ પણ આપ્યા. ભારતીય મૂળની મહિલાઓએ પણ પીએમ મોદીને રાખડી બાંધી હતી. આ દરમિયાન લોકોમાં અદ્દભુત ઉત્સાહ જાેવા મળ્યો હતો. ભારતીય સમુદાયના લોકોનો ઉત્સાહ જાેઈને પીએમ મોદીએ પોતે ઢોલ વગાડ્યો હતો. આ દરમિયાન ‘ગણપતિ બાપ્પા મોરયા’ ના જયઘોષ કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીની એક ઝલક જાેવા અને તેમની સાથે હાથ મિલાવવા માટે મોટી સંખ્યામાં આવેલા ભારતીય સમુદાયના લોકો વચ્ચે પડાપડી જાેવા મળી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદી સિંગાપોરના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને જ નહીં પરંતુ બિઝનેસ લીડર્સ સાથે પણ મુલાકાત કરશે. આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપાર ભાગીદાર છે. આ દરમિયાન પીએમ મોદી બિઝનેસ લીડર્સ અને ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગર અને મ્યાનમાર જેવા ક્ષેત્રીય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાનની સિંગાપોર મુલાકાત વેપાર અને રોકાણની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. આસિયાન દેશોમાં સિંગાપોર ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર વિશ્વમાં ભારતનું છઠ્ઠું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. સિંગાપોર ભારતમાં આવતા વિદેશી સીધા રોકાણ (હ્લડ્ઢૈં)નો મુખ્ય સ્ત્રોત છે. સિંગાપોર વૈશ્વિક સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સિંગાપોર પાસે આ ક્ષેત્રમાં ૨૦ વર્ષથી વધુનો અનુભવ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/